આમચી મુંબઈ

રશ્મિકા-વિજય ઉદયપુરમાં લેશે સાત ફેરા? વાયરલ વીડિયોએ વધાર્યું સસ્પેન્સ!

મુંબઈ: બોલીવુડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું લોકપ્રિય કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા છેલ્લા ઘણા સમયથી તેમના સંબંધોને લઈને ચર્ચામાં છે. અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પ્રેમી પંખીડાઓ આ મહિનામાં જ લગ્ન કરી લીધા છે. જોકે, અત્યાર સુધી બંને તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ આ અટકળોને નવો વેગ આપ્યો છે.

તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક યુઝરે વીડિયો શેર કરીને સનસનાટી મચાવી દીધી છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે રશ્મિકા અને વિજય 2 ફેબ્રુઆરીએ ઉદયપુરના પ્રસિદ્ધ ‘સિટી પેલેસ’ માં લગ્ન કરવાના છે. વીડિયોમાં વેન્યુ પર થઈ રહેલા ભવ્ય ડેકોરેશનની ઝલક પણ બતાવવામાં આવી છે. યુઝરે વીડિયોમાં કહ્યું છે કે, “અમે અત્યારે ઉદયપુરના સિટી પેલેસમાં છીએ, જ્યાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે અને અમને જાણવા મળ્યું છે કે 2 ફેબ્રુઆરીએ રશ્મિકા અને વિજયના લગ્ન થવાના છે.”

આ વાયરલ વીડિયોમાં જમીન પર રાખેલા મોટા ઝુમર અને પડદાઓની સજાવટ જોઈ શકાય છે. વીડિયો જોયા પછી સોશિયલ મીડિયા યુઝર્સ વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો આ સમાચાર સાચા હોવાની આશા વ્યક્ત કરી રહ્યા છે, તો કેટલાક વધુ વિગતો જાણવા માટે ઉત્સુક છે. જોકે, હજુ સુધી રશ્મિકા કે વિજય તરફથી આ વીડિયો કે લગ્નની તારીખ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી, તેથી આ સમાચારની સત્યતા પર હજુ સસ્પેન્સ યથાવત છે.

રશ્મિકા અને વિજયની કેમિસ્ટ્રી ફિલ્મોમાં તો હિટ રહી જ છે, પણ રિયલ લાઈફમાં પણ તેમની જોડી ફેન્સની ફેવરિટ છે. ‘ગીતા ગોવિંદમ’ અને ‘ડિયર કોમરેડ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યા પછી તેમના ડેટિંગની ચર્ચાઓ શરૂ થઈ હતી. ઓક્ટોબર 2025 માં આ કપલે સગાઈ કરી હોવાના અહેવાલો આવ્યા હતા. હવે લગ્નના સમાચાર સોશિયલ મીડિયા પર વાયુવેગે ફેલાઈ રહ્યા છે ત્યારે જોવાનું એ રહે છે કે આ કપલ ક્યારે ઓફિશિયલ જાહેરાત કરે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button