આમચી મુંબઈમહારાષ્ટ્ર

પવઈમાં સહકર્મચારીની સગીર પુત્રી સાથે દુષ્કર્મ: કોસ્ટ ગાર્ડના બે જવાનની ધરપકડ

મુંબઈ: પવઈમાં સહકર્મચારીની 15 વર્ષની પુત્રી સાથે કથિત દુષ્કર્મ કરવાના કેસમાં પોલીસે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના બે જવાનની ધરપકડ કરી હતી.

પોલીસ ફરિયાદ અનુસાર ઘટના ગયા વર્ષે 17 ઑક્ટોબરના રોજ એક આરોપીના પવઈ સ્થિત ઘરમાં બની હતી. ધરપકડ કરાયેલા આરોપી 30 અને 23 વર્ષના હોઈ બન્ને કોસ્ટ ગાર્ડમાં ફરજ બજાવતા હતા.

ઘટનાને દિવસે 10મા ધોરણમાં ભણતી સગીરા કોચિંગ ક્લાસમાંથી ઘરે પાછી ફર્યા બાદ ઘરમાં એકલી જ હતી. માતા, નાની બહેન અને ભાઈઓ એક સમારંભમાં ગયા હતા, જ્યારે પિતા નાઈટ ડ્યૂટી પર હતા.

સગીરા રહે છે તે જ કૉમ્પ્લેક્સમાં રહેતો 30 વર્ષનો આરોપી સગીરાના ઘરે આવ્યો હતો. કોઈ કામ હોવાથી પત્ની ઘરે બોલાવી રહી હોવાનું કહીને આરોપીએ સગીરાને પોતાની સાથે આવવાનું કહ્યું હતું. બન્ને પરિવાર એકબીજાને સારી રીતે ઓળખતા હોવાથી કોઈ પણ શંકા કર્યા વિના સગીરા આરોપી સાથે જવા તૈયાર થઈ ગઈ હતી.

સગીરા આરોપીના ઘરે પહોંચી ત્યારે અગાઉથી જ એક શખસ ત્યાં હાજર હતો. બન્ને જણ જબરદસ્તીથી સગીરાને બેડરૂમમાં લઈ ગયા હતા અને તેની સાથે કથિત બળાત્કાર ગુજાર્યો હતો. બનેલી ઘટનાની જાણ કોઈને કરી તો તેને અને તેના પિતાને મારી નાખવાની ધમકી આરોપીએ સગીરાને આપી હતી.

ઘટનાને પગલે ડિપ્રેશનમાં સરી પડેલી સગીરાને તબીબી સારવારની જરૂર પડી હતી. જાતીય હુમલાની ઘટનાના બે મહિના પછી ડિસેમ્બર, 2023માં સગીરાએ તેની સાથે બનેલી ઘટનાની જાણ માતાને કરી હતી. માતાએ આ અંગે પતિને જાણ કરતાં તેણે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ફરિયાદ કરી હતી.

સગીરાએ 8 માર્ચે કોસ્ટ ગાર્ડના વરિષ્ઠ અધિકારીને પત્ર લખી પોલીસ ફરિયાદ નોંધાવવા માટે મદદ માગી હતી. આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી હતી. આરોપીઓની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે. (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?