કાળાજાદુથી સમસ્યાના સમાધાનને બહાને મહિલા પોલીસ અધિકારી સાથે દુષ્કર્મ
પાલઘર: બ્લૅક મૅજિકથી ઘરના વાસ્તુદોષ અને દુરાત્માને દૂર કરવાની ખાતરી આપી મહિલા પોલીસ અધિકારી સાથે વારંવાર કથિત દુષ્કર્મ કરવાના કેસમાં પોલીસે થાણે અને પાલઘર જિલ્લામાંથી પાંચ જણની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા પાંચેય આરોપી ૩૫ વર્ષની ફરિયાદી મહિલાના પતિના મિત્રો છે. આરોપીઓએ મહિલાને કહ્યું હતું કે તેના પતિ પર શયતાની પડછાયો છે. તે દૂર કરવા અને જીવનમાં ફરીથી શાંતિ લાવવા માટે અમુક વિધિ કરવી પડશે, જેમાં ફરિયાદીએ ભાગ લેવો પડશે.
મહિલાના મનમાં આ વાત ઠસાવ્યા પછી એપ્રિલ, ૨૦૧૮થી આરોપીઓ તેના ઘરે સમયાંતરે આવતા હતા અને મહિલા એકલી હોય ત્યારે વિધિ કરતા હતા. પંચામૃત હોવાનું જણાવીને આરોપીઓ મહિલાને ઘેનયુક્ત પીણું પિવડાવતા હતા અને પછી તેની સાથે દુષ્કર્મ કરતા હતા, એવું પોલીસે જણાવ્યું હતું.
અમુક વિધિ માટે આરોપીઓએ મહિલા પાસેથી સોનું અને નાણાં પણ પડાવ્યાં હતાં. જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ સાથે પતિને સરકારી નોકરી મળશે, એવું વચન આરોપીઓ આપતા હતા. બાદમાં ૨૦૧૯માં મહિલાને થાણેના યેઉર સ્થિત જંગલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેની સાથે ફરી દુષ્કર્મ કરાયું હતું. પછી કાંદિવલીના એક મઠમાં અને લોનાવલાના રિસોર્ટમાં પણ આવું કકર્મ આચરાયું હતું. આરોપીઓએ મહિલા પાસેથી સોનું અને ૨.૧૦ લાખની રોકડ પડાવી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
વારંવાર દુષ્કર્મનો ભોગ બન્યા છતાં અને રોકડ તેમ જ સોનું ગુમાવ્યા પછી પણ સમસ્યાનું સમાધાન થતું ન હોવાનું જણાતાં મહિલાએ પૂછપરછ કરી હતી. આરોપીઓએ ઉડાઉ જવાબ આપતાં પોતે છેતરાઈ હોવાનું મહિલાને લાગ્યું હતું. આખરે મહિલાએ ૧૧ સપ્ટેમ્બરે તલાસરી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે રવીન્દ્ર ભાટે, દિલીપ ગાયકવાડ, ગૌરવ સાળવી, મહેન્દ્ર કુમાવત અને ગણેશ કદમની ધરપકડ કરી હતી.
આરોપીઓએ આ જ મોડસ ઑપરેન્ડીનો ઉપયોગ કરી અન્ય કોઈને છેતર્યા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે, એવું તલાસરી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર વિજય મુતાદકે જણાવ્યું હતું. ઉ