15 વર્ષની ભત્રીજી પર બળાત્કાર: નરાધમને આજીવન કેદની સજા…
મુંબઈ: 15 વર્ષની ભત્રીજી પર અનેક વખત બળાત્કાર કરી તેને ગર્ભવતી બનાવનારી વ્યક્તિને મુંબઈની એક વિશેષ અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી. આ હિચકારા કૃત્યની બાળકના મન પર ગંભીર અસર પડી છે, જે આજીવન રહેશે એમ અદાલતે જણાવ્યું છે.
આ પણ વાંચો : નવી મુંબઈમાં મહિલાની હત્યા કરી દાગીનાની લૂંટ ચલાવનારો પકડાયો…
પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ (પોક્સો) એક્ટ હેઠળના કેસોના વિશેષ ન્યાયાધીશ જે પી દરેકરે 45 વર્ષની વ્યક્તિને બળાત્કાર બદલ સજા ફટકારી હતી અને 6,000 રૂપિયાનું વળતર ચૂકવવા પણ નિર્દેશ આપ્યો હતો.
19 ડિસેમ્બરના આદેશમાં ન્યાયમૂર્તિએ દરેકરે જણાવ્યું હતું કે ‘બળત્કાર થયો ત્યારે પીડિતા 15 વર્ષની હતી અને એની તેના પર પ્રતિકૂળ અસર થઈ છે.
અદાલતે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી (ડીએલએસએ) મુંબઈને મનોધૈર્ય યોજના હેઠળ પીડિતને વળતર આપવા જણાવ્યું હતું. જોકે, કોઈ પણ વળતર પીડિતાને રાહત નહીં આપી શકે એમ અદાલતે જણાવ્યું હતું.
આ પણ વાંચો : ખાતું મળ્યા બાદ બધા પ્રધાનો પહોંચ્યા મંત્રાલય, પણ શિક્ષણ પ્રધાન તો અહીંયા પહોંચી ગયા…
ડિસેમ્બર 2021માં નોંધાયેલી ફરિયાદ મુજબ પીડિતા અને આરોપીના પરિવારો એક જ મકાનમાં રહેતા હતા. જુલાઈ 2020માં પીડિતાને એકાંતમાં મળ્યા પછી આરોપીએ તેના પર જાતીય અત્યાચાર કર્યો હતો અને કોઈને પણ જાણ કરશે તો બૂરી વલે કરવાની ચીમકી પણ આપી હતી. ફરિયાદ મુજબ એ વર્ષે નવેમ્બર સુધી તેણે 16-17 વખત અધમ કૃત્ય કર્યું હતું.
(પીટીઆઈ)