આમચી મુંબઈ

મુંબ્રામાં સગીરાનો વિનયભંગ: વૃદ્ધ સામે ગુનો

થાણે: મુંબ્રા વિસ્તારમાં 11 વર્ષની સગીરાનો વિનયભંગ કરવાના આરોપસર 61 વર્ષના વૃદ્ધ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

સગીરા અને આરોપી મુંબ્રામાં જે ઇમારતમાં રહે છે ત્યાં ફેબ્રુઆરીમાં અને 5 ઑગસ્ટે આ ઘટના બની હતી. ફરિયાદ અનુસાર 61 વર્ષનો આરોપી સગીરાને ઇમારતની અગાશી પર અને બાદમાં પાર્કિંગ એરિયામાં લઇ ગયો હતો, જ્યાં તેણે અયોગ્ય સ્પર્શ કર્યો હતો અને વિનયભંગ કર્યો હતો.

દરમિયાન આ પ્રકરણે બુધવારે મુંબ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને આધારે વૃદ્ધ સામે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ) એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker