કલ્યાણમાં બાળકી સાથે દુષ્કર્મ: પડોશીની ધરપકડ

થાણે: કલ્યાણમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવા બદલ પડોશીની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
32 વર્ષના આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટની સંબંધિત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર શનિવારે બપોરે આ ઘટના બની હતી. બાળકી બપોરે આરોપીના ઘરે તેના સંતાન સાથે રમવા માટે ગઇ હતી. એ સમયે આરોપી ઘરમાં એકલો હતો અને તેણે બાળકીને અયોગ્ય સ્પર્શ કર્યા બાદ તેની સાથે કુકર્મ આચર્યું હતું.
બાળકીએ ઘરે જઇને પોતાનાં માતા-પિતાને બનાવની જાણ કરી હતી, જેને પગલે તેમણે પોલીસનો સંપર્ક સાધીને પડોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. (પીટીઆઇ)