આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના નામ પર થપ્પો લાગી ગયો: રાવસાહેબ દાનવે…

મુંબઈ: મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાનનું નામ નક્કી થઈ ગયું છે અને પક્ષના વરિષ્ઠ નેતૃત્વ તરફથી પુષ્ટિની રાહ જોવાઈ રહી છે એમ જણાવી ભાજપના નેતા રાવસાહેબ દાનવેએ રવિવારે કોઈનું નામ લીધા વગર ઉમેર્યું હતું કે મહારાષ્ટ્રના લોકો જાણે છે કે આગામી સીએમ કોણ બનશે.

આ પણ વાંચો : કવર સ્ટોરી: મહારાષ્ટ્રમાં મુખ્ય મંત્રીપદનું કોકડું કેમ ગૂંચવાયું?

મહારાષ્ટ્રની નવી મહાયુતિ સરકારનો શપથવિધિ સમારોહ 5 ડિસેમ્બરે સાંજે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમાં ભાગ લેશે, એમ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેએ શનિવારે જણાવ્યું હતું.

ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાનની કોઈ જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ દેવેન્દ્ર ફડણવીસ સૌથી મજબૂત દાવેદાર છે. મહારાષ્ટ્રના રખેવાળ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે શુક્રવારે સતારા જિલ્લામાં તેમના વતન ડેર ગયા હતા. રાજ્ય સરકારની રચનાથી તેઓ નારાજ છે એવી અટકળો કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Maharashtra CM: આજે એકનાથ શિંદે મુંબઈ આવશે, જાહેર કરી શકે છે મોટો નિર્ણય

દાનવેએ એક પ્રાદેશિક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, “લોકો પણ જાણે છે કે મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન કોણ બનવાના છે. અમે અમારી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ દ્વારા એક જ વ્યક્તિના નામને અંતિમ સ્વરૂપ આપવાની રાહ જોઈ રહ્યા છીએ.” (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button