રણબીર ઈલાહાબાદીએ એકઠી કરી આટલી સંપત્તિ, પણ એક ભૂલે ફજેતી કરી નાખી

યુટ્યૂબર અને પૉડકાસ્ટર રણવીર ઈલાહાબાદી ગમે તેટલી માફી માંગે પણ તેણે પોતાની જાતની જે ફજેતી કરી છે તે તેને લાંબા સમય સુધી બારે પડશે. જોકે લોકો કમનસીબે બહુ જલદી બધું ભૂલી જતા હોય છે, પણ આપણે વાત કરવાના છીએ રણબીરની નેટ વર્થની. તેણે કરેલી કમાણી, તેની લાઈફસ્ટાઈલ કોઈ મોટા બિઝનેસમેન કે ફિલ્મસ્ટારથી ઓછી નથી.
રણબીર સાત યુ ટ્યૂબ ચેનલ ચલાવે છે, જેના કરોડોમાં સબ્સ્ક્રાઈબર છે. એક જાણીતી એજન્સીના અહેવાલ અનુસાર રણબીર પોતાની ચેનલ્સની મદદથી મહિને રૂ. 35 લાખની કમાણી કરે છે અને વર્ષ 2024માં તેની નેટવર્થ લગભગ 60 કરોડ હતી.
રણબીરે 22 વર્ષની ઉંમરમાં જ પોતાની યૂ ટ્યૂબ ચેનલ શરૂ કરી દીધી હતી. આ સાથે તેઓ બ્રાન્ડ પ્રમોશન અને રીલ્સના માધ્યમથી પણ સારી એવી કમાણી કરી લે છે. દેશના સૌથી વધારે કમાતા યુ ટ્યૂબર્સમાંથી એક તેનું નામ છે. જોકે રણબીરને કારનો ખાસ શોખ નથી. તેની પાસે એક જ કાર છે સ્કોડા કોડિયાક. આ કારની કિંમત રૂ. 34 લાખ છે. રણબીર એશોઆરામની જિદંગી જીવે છે.
Also read: અશ્લીલ કોમેડી વિશે FIR નોંધાતા રણવીર અલાહાબાદિયાએ માગી માફી
જોકે છેલ્લા બે દિવસથી તે ભારે ટીકાનો સામનો કરી રહ્યો છે. તેણે બે હાથ જોડી માફી માગી હોવા છતાં તેણે કરેલી કમેન્ટ બાદ દરેક જગ્યાએથી ટીકા વરસી રહી છે. અમુક સેલિબ્રિટીએ તેના પૉડકાસ્ટમાં આવવાની ના પાડી દીધી છે. જોકે એક વર્ગ એવો પણ છે જેમના મતે આ પ્રકારની કમેન્ટ્સને બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી.