આમચી મુંબઈમનોરંજન

રણવીર અલાહાબાદિયા પર વધુ એક પહાડ તૂટી પડ્યો! હવે આ વ્યક્તિએ સાથ છોડ્યો…

મુંબઈઃ સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્ઝર રણવીર અલાહાબાદિયા છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. ઈન્ડિયાઝ ગોટ લેટન્ટમાં અશ્લીલ ટિપ્પણી કરવાને કારણે તે વિવાદોમાં ઘેરાયો છે. તેની સામે ઘણા કેસ નોંધાયેલા છે ત્યારે તાજેતરમાં તેનું બ્રેક અપ થયું હોવાનું કહેવાય છે.

રણવીર પહેલેથી જ આ બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો ત્યારે હવે તેના પર વધુ એક પહાડ તૂટી પડ્યો છે. એવું લાગે છે કે જાણે તેનો ઈમોશનલ સપોર્ટ પણ તેનાથી દૂર થઈ ગયો છે. રણવીરની ગર્લફ્રેન્ડ નિક્કી શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જે બાદ લોકોને લાગે છે કે તેમનું બ્રેકઅપ થઈ ગયું છે.

આ પણ વાંચો: વિવાદાસ્પદ ટિપ્પણી કરીને મેં‘ભૂલ’કરી: અલાહાબાદિયાની પોલીસ સમક્ષ કબૂલાત

ટીવી અભિનેત્રી નિક્કીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેને રણવીર સાથે જોડવામાં આવી રહી છે. આ પોસ્ટમાં નિક્કી છોકરાઓ વિશે વાત કરે છે. તેણે કારમાં બેસીને એક વીડિયો બનાવ્યો છે.

જેમાં તેણે લખ્યું છે – હિઝ ફીમેલ ફ્રેન્ડ્સ આર હિઝ ફેઈલ્ડ ટોકિંગ સ્ટેજ બાય ધ સ્ટે વેક લેડિઝ. તમારી આંખો ખુલ્લી રાખો. નિક્કીની આ પોસ્ટ પર લોકો ઘણી કમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયો શેર કરતી વખતે નિકીએ લખ્યું – ‘શી ઈઝ જસ્ટ ફ્રેન્ડ.’

હવે યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું – ભાઈ સાથે વાત કરીને તેમને પોડકાસ્ટ કરવાનું કહો. એકે લખ્યું હતું કે ઈશારો કર્યો છે. અન્ય એક યૂઝરે લખ્યું – તો શું આનો અર્થ એ થયો કે તમારા બધા મેલ મિત્રો પણ તમારી નિષ્ફળ વાતચીત માટે પ્લેટફોર્મ છે? તમને જણાવી દઈએ કે રણવીર અને નિક્કી ઘણી વખત રજાઓ પર સાથે જોવા મળ્યા છે. જો કે, બંનેએ ક્યારેય એકબીજાનું નામ લીધું નથી અને ન તો કોઈ વાતની પુષ્ટિ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button