રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા:મીરારોડની હિંસા માટે પકડાયેલા ૧૪ ને જામીન…
મુંબઈ: અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વસંધ્યાએ મીરા રોડમાં થયેલી કોમી હિંસામાં કથિત રીતે સામેલ ૧૪ મુસ્લિમ લોકોની ધરપકડ કરાઇ હતી તેઓને બૉમ્બ હાઇ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા અને નોંધ્યું હતું કે તેમને વધુ તાબામાં રાખવાની જરૂર નથી.
આ પણ વાંચો : Kurla Accident: નોકરીનો પહેલો દિવસ જીવનનો અંતિમ દિવસ બન્યો, તો નાઈટશિફ્ટ..
કોર્ટે નોંધ્યું હતું કે આ વર્ષે જાન્યુઆરીમાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે મીરા રોડમાં કાઢવામાં આવેલા સરઘસમાં લોકો પર હુમલો કરવાનોનું કાવતરું પૂર્વનિયોજિત હતું એવું પ્રથમદર્શી જણાતું નથી. આ સિવાય સીસીટીવીના કોઇ પણ ફૂટેજમાં એવું દેખાઇ નથી રહ્યું કે આરોપીઓ ફરિયાદી અથવા અન્ય કોઇની મારપીટ કરી રહ્યા હોય.
આ કેસની તપાસ પૂર્ણ થઇ છે અને આરોપીઓના મૂળ સમાજ સાથે જોડાયેલા છે તેથી તેઓ નાસી જાય એની શક્યતા પણ નહીંવત છે, એમ કોર્ટે કહ્યું હતું.
કોર્ટે એવી નોંધ પણ લીધી હતી કે જાન્યુઆરીથી આરોપીઓ કસ્ટડીમાં છે અને સુનાવણી બહુ જલદી પૂર્ણ થાય એવું જણાઇ રહ્યું પણ નથી. તેથી તેમને વધુ સમય માટે કસ્ટડીમાં રાખવાનું યોગ્ય નથી.
આ પણ વાંચો : WATCH: Kurla accident: મૃત્યાંક છ થયો, ડ્રાયવર હતો કૉન્ટ્રાક્ટ પર, જૂઓ સીસીટીવી ફૂટેજ
ઈન્ડિયન પિનલ કોડ અને આર્મ્સ એક્ટ હેઠળ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. થાણે જિલ્લાની સેશન્સ કોર્ટે આરોપીઓને જામીન આપવાનો ઇનકાર કર્યા બાદ તેમણે હાઇ કોર્ટમાં ધા નાખી હતી. (પીટીઆઇ)