મરાઠી ભાષા વિવાદ પર રાજકુમાર રાવની ટીપ્પણી, સોશિયલ મીડિયા અંગે કહી મહત્વની વાત

મુંબઈ: હિન્દી-મરાઠી ભાષા વિવાદ હાલ મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી વધુ ચર્ચાઈ રહેલો મુદ્દો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)ના કાર્યકર્તાઓ મુંબઈમાં મરાઠી ન બોલતા લોકો સાથે મારપીટ કરી રહ્યા છે અને દુકાનોમાં તોડફોડ પણ કરી રહ્યા છે. મરાઠી ન બોલી શકતા લોકોને મહારષ્ટ્ર છોડી દેવાનું કહેવામાં આવી રહ્યું છે, એવામાં આ મુદે રાષ્ટ્રીય સ્તરે પ્રતિક્રિયા મળી રહી છે. બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવને પણ આ ભાષા વિવાદ અહે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેનો તેણે આ મુદ્દે ચતુરાઈથી જવાબ આપ્યો હતો. તેણે એમ પણ કહ્યું કે તે અમદાવાદ વિમાન દુર્ઘટનાના સમાચાર સાંભળીને રડી પડ્યો હતો.
રાજકુમાર રાવે એક સમાચાર એજન્સીને ઈન્ટરવ્યું આપ્યું હતું. આ દરમિયાન તેણે હિન્દી મરાઠી ભાષાના વિવાદ અંગે કહ્યું કે કલાકારોએ એવા મુદ્દાઓ પર બોલવું જોઈએ જેના વિશે તેમને ઊંડાણપૂર્વક જાણકારી હોય અને જેના વિશે તેઓ લાગણી અનુભવતા હોય.
રાજકુમાર રાવે કહ્યું કે જો કોઈ મુદ્દા પ્રત્યે તમને વ્યક્તગત લગાવ હોય, તો તેના પર ચોક્કસ બોલવું જોઈએ. તેણે એમ પણ કહ્યું કે દરેક મુદ્દા પર બોલવું જરૂરી નથી.
સોશિયલ મીડિયા જ માધ્યમ નથી:
આજ કાલ દરેક મુદ્દે સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલતી રહે છે, એવામાં રાજકુમાર રાવે કહ્યું કે સોશિયલ મીડિયા પરથી નક્કી ન થઇ શકે કે વ્યક્તિ સંવેદનશીલ છે કે નહીં. તેમણે કહ્યું કે જે લોકો સોશિયલ મીડિયા પર નથી તેઓ શું દુઃખી નથી થતા? શું તેઓ સારી બાબતો પર ખુશ નથી થતા? ખુશી અને દુઃખ વ્યક્ત કરવાનું એકમાત્ર માધ્યમ શું સોશિયલ મીડિયા જ છે?
અમદાવાદ વિમાન દુર્ઘટનાનું ઉદાહરણ આપતા રાજકુમાર રાવે કહ્યું કે જ્યારે તેને પ્લેન ક્રેશ થવાની જાણ થઇ, ત્યારે તે રડી પડ્યો હતો. પરંતુ તેણે આ આઘાત વિષે સોશિયલ મીડિયા પર કઈ શેર કર્યું ન હતું. રાજકુમાર રાવે કહ્યું કે શું એ આઘાત વિષે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવું જરૂરી છે? તેણે એમ પણ કહ્યું કે સોશિયલ મીડિયા પર બધું પોસ્ટ કરવાથી તેની સંવેદનશીલતા ઓછી થઈ શકે છે.
આ પણ વાંચો…મહારાષ્ટ્રના પ્રધાને મરાઠી લોકો વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ ભાજપના સાંસદની ટીકા કરી