આમચી મુંબઈ

રાજ-ઉદ્ધવે મરાઠી ભાષાના ગૂણગાન ગાયા અને મારામારી વિશે કરી આવી વાત

મુંબઈઃ મહારાષ્ટ્રમાં પ્રાથમિક ધોરણોમાં ત્રીજી ભાષા તરીકે હિન્દી ભાષા ફરજિયાત શિખવવાના આદેશ બાદ ફરી ફાટી નીકળેલો ભાષાવાદ હિંસા સુધી પહોંચી ગયો છે. મહારાષ્ટ્ર સરકારે તો હિન્દી ભાષા સંબંધિત આદેશ પાછો લીધો, પરંતુ શિવસેના અને મનસેએ આને રાજકીય રંગ આપ્યો છે. એક તરફ એક ગુજરાતી વ્યાપારીની મરાઠી ભાષા મુદ્દે મારામારી થઈ છે ત્યારે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે બન્નેએ મરાઠી ભાષાનો આગ્રહ રાખ્યો હતો.

મારામારી કરો તો વીડિયો ન ઉતારો

રાજ ઠાકરેએ પોતાના ભાષણમાં ગુજરાતી વેપારીને માર મરાયાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે એક ગુજરાતી વેપારીને એક મરાઠીએ માર માર્યો આ જોગાનુંજોગ હતું. આ ગુજરાતી મરાઠી વિરોધી વિષય નથી. ત્યારબાદ તેમણે એમ પણ કહ્યું કે સૌથી પહેલા તો આવી મારામારી કે હિંસા કરશો નહીં. અને જો કરો તો તેનો વીડિયો ન ઉતારશો. વીડિયો જેને લાગ્યું હોય તે ઉતારે મારે તે ન ઉતારે તેમ તેણે કહ્યું હતું. જોકે તેમણે જણાવ્યું હતું કે ભાષા મામલે હિંસા કરવી નહીં

ન્યાય માગવો તે ગુંડાગિરી નથી

મરાઠી ભાષા મુદ્દે ગુંડાગીરી કરનારાઓની ખૈર નથી, તેમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું ત્યારે ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે અમે મરાઠી ભાષા માટે આંદોલન કરીએ કે મહારાષ્ટ્રમાં જ મરાઠી માણસ માટે ન્યાયની લડાઈ લડીએ તેને તમે ગુંડાગીરી કહેતા હોય તો અમે ગુંડા છીએ અને રસ્તા પર ઉતરશું જ. ઉદ્ધવ ઠાકરએ કહ્યું હતું કે કોઈ ભાષાનો વિરોધ નથી, પરંતુ રાજકીય હેતુ માટે હિન્દી ભાષા થોપવામાં આવી છે તે ચલાવી લેવાશે નહીં. ઉદ્ધવ અને રાજ ઠાકરે લાંબા સમય બાદ એક સ્ટેજ પર આવ્યા હતા અને બન્નએ મરાઠી ભાષા અને મરાઠી માણૂસના મુદ્દા મામલે ભાષણ આપ્યું હતું.

આ પણ વાંચો…અમે સાથે આવ્યા છીએ, સાથે રહેવા માટેઃ ઉદ્ધવ-ઠાકરેનો એક જ સૂર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button