આમચી મુંબઈમહારાષ્ટ્ર

Assembly Election: રાજ ઠાકરે મહાયુતિ સાથે રહેવાનો શિંદે જૂથના વિધાનસભ્યને વિશ્વાસ

મુંબઈ: ‘વિધાનસભાની ચૂંટણીને હજી વાર છે. અમારા નેતાઓ ચર્ચા કરી રસ્તો કાઢશે. ચર્ચા વિચારણા પછી અપનાવવામાં આવેલો વિકલ્પ શ્રેષ્ઠ જ હશે. ઘણી જગ્યાએ લોકો ચૂંટણી લડવા માટે ઉત્સુક છે. પણ હજી નિર્ણય લેવા માટે સમય છે.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને બે નાયબ મુખ્ય પ્રધાન ભેગા મળી એ વિશે ચર્ચા – વિચારણા કરશે. રાજ ઠાકરે પણ મહાયુતિ સાથે હાથ મિલાવશે. રાજકારણમાં કશું જ અસંભવ નથી હોતું’ એમ શિંદેના શિવસેનાના વિધાનસભ્ય ભરત ગોગાવલેએ કહ્યું હતું.

આ પણ વાંચો: મોસમ બેઈમાનઃ CM Eknath Shinde એ આપ્યા તાબડતોબ આદેશ, પોલીસ સતર્ક

શિંદે જૂથ દ્વારા ઠાકરે જૂથના વિધાનસભ્યો સામે વહેલી તકે અપાત્રતાની કાર્યવાહી કરવા હાઇકોર્ટમાં અરજી કરી છે. શિવસેના-શિંદે જૂથના સભ્ય ભરત ગોગાવલેએ જણાવ્યું હતું કે ‘આ અરજીના સંદર્ભમાં અમારી તરફેણમાં ચુકાદો આવશે.
અમે અમારા વ્હિપનું પાલન ન કરવા બદલ તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરતી એક અરજી હાઇ કોર્ટમાં દાખલ કરી છે.’

આ સાથે ભરત ગોગાવલેએ નાણા મંત્રાલયના અધિકારીઓએ મુખ્ય પ્રધાન લાડકી બહિન યોજના સંદર્ભે આપેલા અહેવાલ માટે અધિકારીઓની ટીકા કરી હતી. ગોગાવલેનું કહેવું હતું કે ‘યોગ્ય વિચારણા કર્યા પછી આ યોજના લઈને આવ્યા છીએ અને અધિકારીઓએ તેનો અમલ કરવો જોઈએ કારણ કે એ બધાના હિતમાં છે.’

મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ મુંબઈમાં પક્ષના પદાધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ રાજ ઠાકરેએ ગઠબંધન ન થયું હોવાનું જણાવી આગામી વિધાનસભાની ચૂંટણીમાં 250 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button