‘એકનાથ શિંદે બાળાસાહેબના વિચારોના વારસદાર છે’, ફડણવીસના નિવેદન મુદ્દે રાજ ઠાકરેનો આપ્યો જવાબ, કહ્યું ‘હું અને સંજય રાઉત….’

મુંબઈઃ ચૂંટણી નજીક આવતાં જ ફરી બાળાસાહેબ ઠાકરેના વારસદાર કોણ? અને કોણ ખરી શિવસેના? તેના ઉપર તું-તું મૈં-મૈં શરુ થઇ ગયું છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે એકનાથ શિંદે બાળાસાહેબ ઠાકરેના વિચારોના વારસદાર છે. તેમણે શિંદેનો ઉલ્લેખ બાળાસાહેબ ઠાકરેના “આક્રમક વાઘ” પણ ગણાવ્યા હતા, પરંતુ આ નિવેદન મુદ્દે આજે રાજ ઠાકરે મહત્ત્વના નિવેદનો આપ્યા હતા.
રાજ ઠાકરેએ પત્રકાર પરિષદમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પોતાની આગવી શૈલીમાં જવાબ આપ્યો. મુખ્ય પ્રધાન દ્વારા આપવામાં આવેલા નિવેદન વિશે પૂછવામાં આવતા, રાજ ઠાકરેએ શરૂઆતમાં ફક્ત હાસ્ય કર્યું.
જ્યારે પત્રકારોએ રાજ ઠાકરેને તેમની પ્રતિક્રિયા પૂછી, ત્યારે તેમણે કહ્યું, “હું હસ્યો. હું શાંતિથી હસ્યો… સંજય રાઉત જોરથી હસ્યા… આ તેમનો જવાબ છે…”રાજ ઠાકરેએ આડકતરી રીતે કહેવાનો પ્રયાસ કર્યો કે ફડણવીસનું નિવેદન હાસ્યાસ્પદ હતું.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે કોઈના, બાપમાં મુંબઈ તોડવાની હિંમત નથી. આપણી સાથે હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેના વાઘ એકનાથ શિંદે છે. જન્મથી લોહીનો વારસો જરૂર મળે છે, પરંતુ કાર્યોથી વિચારોનો વારસો મળી શકે છે અને વિચારોનો વારસો એકનાથ શિંદેનો છે. આપણી મહાયુતિમાં તે છે. હવે મુંબઈવાસીઓ જાગી ગયા છે, વિકાસ એક દોર બની ગયો છે.
આ ચૂંટણી મુંબઈ માટે મહત્વપૂર્ણ છે. કેટલાક પત્રકારોએ મને કહ્યું કે બે ભાઈઓ ભેગા થઈ ગયા છે, હવે તમે કેવી રીતે લડશો? મેં તેમને કહ્યું હતું કે દેખકર ધૂંધલીસી તાકદ હૌંસલા હમારા કમ નહીં હોતા, ઝૂઠી આંધિયોં સે વહી ડરે જિન ચિરગોં મેં દમ નહીં હોતા. મેં તો જોયું કે મુંબઈમાં ક્રેડિટ ચોરી કરતી એક ગેંગ સક્રિય છે.
કેટલાક અબુધ બાળકો કહે છે કે બધું તેમણે જ કર્યું છે. જો તમે મધ્યરાત્રિએ મુંબઈવાસીઓને પૂછો તો પણ, મુંબઈવાસીઓ તમને કહેશે કે મહાયુતિએ શું કર્યું. જો તમે મુંબઈવાસીઓને પૂછો કે વિકાસના દરેક પાસામાં અડચણ કરનાર કોણ છે, તો તેઓ ફક્ત એક જ વ્યક્તિનું નામ લેશે, તે એટલે માનનીય ઉદ્ધવ ઠાકરે.”
20 વર્ષ પછી સેના ભવનમાં પહોંચતા રાજ ઠાકરે ભાવુક થયા, કહ્યું જેલમાંથી મુક્ત!
20 વર્ષ પછી શિવસેના ભવનમાં પહોંચતા રાજ ઠાકરે ભાવુક થઈ ગયા હતા. તેમણે જૂની યાદો તાજી કરી. તેમણે કહ્યું કે તેમને એવું લાગે છે કે તેઓ 20 વર્ષ પછી જેલમાંથી મુક્ત થયા છે. તેમણે 1977ની પોતાની યાદો પણ શેર કરી.
શિવસેના ભવનમાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે રાજ ઠાકરેએ કહ્યું, મારા મિત્ર સંજય રાઉતે વારંવાર ઉલ્લેખ કર્યો છે કે રાજ ઠાકરે 20 વર્ષ પછી શિવસેના ભવનમાં આવ્યા. પણ મને ખરેખર એવું લાગે છે કે હું 20 વર્ષ પછી મુક્ત થયો છું. 20 વર્ષ જેલમાં હતો, અને હવે પહેલી વાર મુક્ત થયો છું. મને લાગે છે કે આપણે તેનું સ્વાગત કરવું જોઈએ. આજે, ઘણા વર્ષો પછી, હું શિવસેના ભવનમાં આવ્યો છું.
હું નવું શિવસેના ભવન પહેલી વાર જોઈ રહ્યો છું. મારા મનમાં કાયમ માટે કોતરાયેલી બધી યાદો જૂના શિવસેના ભવનની છે. હવે, ક્યાં શું થઇ રહ્યું છે, તે મને સમજાતું નથી. પણ જૂની શિવસેના ભવનની યાદો ખૂબ જ રોમાંચક અને સુખદ છે. જો વાત કરવા બેસીશ તો જૂના શિવસેના ભવનની અનેક યાદો કહેવા માટે છે.
શિવસેના ભવન 1977માં બનાવવામાં આવ્યું હતું. તે સમયે જનતા પાર્ટીની સરકાર બની હતી. ત્યાંની સભા પછી, શિવસેના ભવન પર પથ્થરમારો કરવામાં આવ્યો. પછી શું થયું? મને તે સમયની જૂની યાદો છે. હું તેને હવે યાદ કરતો નથી.



