રાજ ઠાકરે પહોંચ્યા માતોશ્રીઃ ઉદ્ધવ ઠાકરેને માત્ર પુષ્પગુચ્છ કે પછી… | મુંબઈ સમાચાર

રાજ ઠાકરે પહોંચ્યા માતોશ્રીઃ ઉદ્ધવ ઠાકરેને માત્ર પુષ્પગુચ્છ કે પછી…

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો આજે જન્મદિવસ છે ત્યારે સૌથી વધારે ચર્ચા પિતરાઈ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેની થઈ રહી છે. રાજ ઠાકરે ઉદ્ધવના નિવાસસ્થાન માતોશ્રીની મુલાકાતે પહોંચ્યા છે અને તેમણે શુભચ્છા માટે મોટા ભાઈ ઉદ્ધવને ગુલદસ્તો પણ આપ્યો છે, પરંતુ શું મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા યુતિ માટે હામી ભરી રાજ ઠાકરે ભાઈને ભેટ આપશે કે કેમ તે સવાલ છે.

ઉદ્ધવ ઠાકરેનો 65મો જન્મદિવસ છે. રાજ ઠાકરેએ 18 વર્ષ પહેલા માતોશ્રી છોડ્યું હતું અને ત્યારબાદ માત્ર એકવાર 2022માં તેઓ અહીં આવ્યા હતા. તે સમયે દીકરા અમિતના લગ્ન માટે આમંત્રણ આપવા રાજ ઠાકરે પરિવાર સાથે આવ્યા હતા ત્યારે હવે ફરી તેમણે માતોશ્રીમાં પગ મૂક્યા છે, જેના લીધે મહારાષ્ટ્રમાં ફરી ચર્ચાઓનું બજાર ગરમાયું છે.

થોડા દિવસો અગાઉ મરાઠી ભાષાના વિવાદ સમયે બન્ને ભાઈઓએ 18 વર્ષ બાદ એક મંચ પરથી આવી રાજ્યમાં રાજકીય ગરમાવો લાવી દીધો હતો. પાલિકાની ચૂંટણી પહેલા મરાઠી માણૂસનો મુદ્દો લઈ બન્ને સાથે આવશે કે કેમ તે ચર્ચા ચાલી જ રહી છે ત્યારે ઉદ્ધવ ઠાકરેને જન્મદિવસે યુતિરૂપી ભેટ મળે છે કે નહીં તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો…ઉદ્ધવ ઠાકરેને ફટકો? ઓપરેશન ટાઈગરની ચર્ચા

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button