આમચી મુંબઈ

રાજ્યમાં રોજ બાળકો ગુમ થાય છે: રાજ ઠાકરેએ મુખ્ય પ્રધાનને લખ્યો પત્ર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ શનિવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને એક ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા રાજ ઠાકરેએ રાજ્યમાં બાળકોનું અપહરણ કરતી ગેંગ અને ગુમ થઈ રહેલા બાળકોની વધતી સંખ્યા અંગે ગંભીર પ્રશ્ર્નો ઉઠાવ્યા એટલું જ નહીં, રાજ ઠાકરેએ વિધાનસભામાં આ મુદ્દાઓ પર ચર્ચાની પણ માંગ કરી હતી.

ફડણવીસને સંબોધીને લખવામાં આવેલા અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરવામાં આવેલા પત્રમાં રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે, ‘હું આ પત્ર લખીને તમારું ધ્યાન એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ગંભીર મુદ્દા તરફ દોરવા માગું છું. મહારાષ્ટ્રમાં બાળકોના અપહરણ અને ગુમ થવાની સંખ્યા સતત વધી રહી છે.

એનસીઆરબી (નેશનલ ક્રાઈમ રેકોડર્સ બ્યૂરો)ના ડેટા મુજબ, 2021 થી 2024 દરમિયાન આ સંખ્યામાં લગભગ 30 ટકાનો વધારો થયો છે. આંતર-રાજ્ય ટોળકીઓ બનાવવામાં આવી છે જે બાળકોનું અપહરણ કરે છે, પછી તેમને કામ કરવા અને ભીખ માગવા માટે મજબૂર કરે છે અને આ ગેંગ નિયમિત ધોરણે બાળકોનું અપહરણ કરે છે. સરકાર આ અંગે શું કાર્યવાહી કરી રહી છે તે સ્પષ્ટ નથી,’ એમ રાજ ઠાકરેએ કહ્યું હતું.

આપણ વાચો: 2008ના દંગલના કેસમાં મનસે પ્રમુખ રાજ ઠાકરે થાણે કોર્ટમાં હાજર થયા

મહારાષ્ટ્ર એ હકીકત પર સરકારનો પ્રતિભાવ ઇચ્છતું નથી કે બાળકોના અપહરણના ચોક્કસ કેસ નોંધાય છે અને ચોક્કસ ટકાવારી બાળકો મળી આવે છે અને તેમના પરિવારોને સુરક્ષિત રીતે પરત કરવામાં આવે છે.

મૂળભૂત રીતે, ગઈછઇ જે આંકડા આપી રહ્યું છે તે એ વિગતો છે કે કેટલા માતાપિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, પરંતુ શું આવી કેટલીક હજાર ફરિયાદો પોલીસ સુધી પણ પહોંચશે? અને ધારો કે બાળકોને ફરીથી બચાવી લેવામાં આવે છે, તો તે સમય દરમિયાન બાળકો જે આઘાતનો અનુભવ કરે છે તેનું શું? બાળ અપહરણ ગેંગ કેવી રીતે કાર્ય કરે છે અને તે કેવી રીતે આટલી નિર્દયતાથી કાર્ય કરે છે? શું સરકાર આ અંગે કોઈ કડક પગલાં લેવા માંગતી નથી? આજે આપણે રસ્તાઓ પર, સ્ટેશનો પર, બસ સ્ટેન્ડ પર બાળકોને ભીખ માંગતા જોઈએ છીએ, તેઓ કોણ છે? શું તેમની સાથે ભીખ માંગનારા લોકો ખરેખર તેમના માતાપિતા છે? સરકાર આની તપાસ કેમ નથી કરવા માંગતી અથવા સમય મળે તો ડીએનએ ટેસ્ટનો આદેશ પણ કેમ નથી આપતી?,’ એવા આકરા સવાલ રાજ ઠાકરેએ સરકારને કર્યા છે.

‘આજે, આ રાજ્યમાં, નાના બાળકોનું અપહરણ થઈ રહ્યું છે, નાની છોકરીઓનું અપહરણ થઈ રહ્યું છે, મહારાષ્ટ્રમાં જમીનોનું અપહરણ થઈ રહ્યું છે, શું શાસક અને વિપક્ષી પક્ષોને નથી લાગતું કે આ અંગે વિધાનસભામાં તેની ચર્ચા થવી જોઈએ અને વહીવટીતંત્રને સર્વસંમતિથી કેટલાક પગલાં લેવાની ફરજ પાડવી જોઈએ? શું શિયાળુ સત્ર ફક્ત સરકારના ખામીયુક્ત બજેટને સુધારવા માટે પૂરક માગણીઓ મંજૂર કરાવવાની સુવિધા છે? એવી પરિસ્થિતિ છે કે જ્યાં પ્રધાનો ઘણીવાર સત્રમાં જવાબો આપવા માટે ગૃહમાં હોતા પણ નથી.

આપણ વાચો: 11 વર્ષ પછી બાળ ઠાકરેના સ્મારક પર ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે સાથે આવ્યા

તેથી, એવી અપેક્ષા રાખવી ગેરવાજબી રહેશે કે વિધાનસભામાં નાના બાળકો અથવા ગુમ થયેલી છોકરીઓ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.

પરંતુ મહારાષ્ટ્રની આ અપેક્ષા છે, હકીકતમાં, કેન્દ્ર સરકારે આ મુદ્દા પર બધા રાજ્યો સાથે વાત કરવી જોઈએ અને આ મુદ્દા પર કાર્યકારી જૂથ બનાવવું જોઈએ, પરંતુ મને નથી લાગતું કે કેન્દ્ર સરકાર, જે હાલમાં વંદે માતરમની ચર્ચા કરી રહી છે, તે માતાઓના બૂમો સાંભળી રહી છે! ગમે તે હોય. રાજ્યના મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન તરીકે, મહારાષ્ટ્ર તમારી પાસેથી અપેક્ષા રાખે છે કે તમે ધ્યાન આપો અને સત્રમાં ફક્ત આ અંગે ચર્ચા ન કરો પરંતુ કોઈ નક્કર પગલાં લો,’ એમ પણ રાજ ઠાકરેએ કહ્યું હતું.

આપણ વાચો: રાજ ઠાકરે કોંગ્રેસને સાથે લેવા ઉત્સુક છે: સંજય રાઉતનો મોટો દાવો, શું MNS MVAનો હિસ્સો બનશે?

રાજ ઠાકરેના પત્ર પર મુખ્ય પ્રધાન ફડણવીસની પ્રતિક્રિયા

‘અમે કામ કરી રહ્યા છીએ, તેમની શંકા દૂર કરીશું’

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઇ:
મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ શનિવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને નાના બાળકોના ગુમ થવાની સંખ્યામાં થઈ રહેલા વધારા પર ચિંતા વ્યક્ત કરતો પત્ર લખ્યો હતો અને દેવેન્દ્ર ફડણવીસે હવે રાજ ઠાકરેના પત્રનો જવાબ આપ્યો છે. ‘રાજ ઠાકરે દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્ર્નો અંગે અમે પહેલાથી જ વિગતવાર આંકડા રજૂ કર્યા છે. જોકે, જો તેમને કોઈ શંકા હોય તો તેઓ ચોક્કસપણે તેનો જવાબ આપશે,’ એમ પણ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું.

‘મેં હજુ સુધી રાજ ઠાકરે દ્વારા મોકલવામાં આવેલો પત્ર વાંચ્યો નથી. જોકે, મેં પહેલેથી જ છોકરીઓ કે છોકરાઓના ગુમ થવાના આંકડા અને કારણો આપ્યા છે. મેં એ પણ જણાવ્યું છે કે તેમાંથી કેટલી છોકરીઓ પરત આવે છે. મહત્વનો મુદ્દો એ છે કે જો કોઈ છોકરી ઝઘડાને કારણે ઘરેથી નીકળી જાય અને ત્રણ દિવસ પછી પાછી આવે, તો પણ અમે ગુમ થવાની ફરિયાદ તો નોંધાવીએ છીએ.

એટલા માટે આવી ફરિયાદોની સંખ્યા વધુ દેખાય છે. અમારો અંદાજ છે કે જો આપણે એક વર્ષનો વિચાર કરીએ, તો 90 ટકાથી વધુ ગુમ બાળકોને પાછા લાવીએ છીએ. ઉપરાંત, જે બાકી રહે છે તેઓ આગામી દોઢ વર્ષમાં પાછા આવે છે અથવા મળી આવે છે. આમ છતાં, જો તેમને કોઈ શંકા હોય, તો હું ચોક્કસપણે તેમને જવાબ આપીશ,’ એમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું.

ગૃહ રાજ્ય પ્રધાન યોગેશ કદમે શું જવાબ આપ્યો?

રાજ્યના ગૃહ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ કદમને જ્યારે રાજ ઠાકરે દ્વારા લખવામાં આવેલા પત્ર બાબતે પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘મને ખબર નથી કે રાજ ઠાકરેએ કયો પત્ર લખ્યો હતો, પરંતુ અમે બાળકો અચાનક ગુમ થવાના કેટલાક સમાચાર પણ જોયા છે. મારે અહીં કહેવું જ જોઇએ કે જ્યારે બાળકો ગુમ થાય છે, ત્યારે અમે તેમની તપાસ માટે એક ખાસ તપાસ યોજના અમલમાં મૂકીએ છીએ. આ ખાસ ઝુંબેશ દરમિયાન, એવું નોંધાયું છે કે અમને તેમાંથી ઘણા પાછા મળ્યા છે, ભલે તેઓએ ગુમ થવાની ફરિયાદ નોંધાવી ન હોય.’

‘જ્યારે આવા કિસ્સાઓ બને છે, ત્યારે અમને 90 ટકાથી વધુ બાળકો પાછા મળે છે. તેમાંથી કેટલાક જાતે જ ઘર છોડી ગયા હોય છે, અથવા કોઈ અન્ય કારણોસર ગયા હોય છે. આમાંથી 90 ટકા બાળકો પાછા મળી જાય છે. જોકે, આનો અર્થ એ નથી કે અમે બાકીના 10 ટકા બાળકોની શોધ કરતા નથી.

અમે તેમને શોધવા માટે એક ખાસ ઝુંબેશ ચલાવી રહ્યા છીએ. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ આ મુદ્દા પર ગંભીર ધ્યાન આપ્યું છે. આ સંદર્ભમાં સંબંધિત અધિકારીઓને પણ સૂચનાઓ આપવામાં આવી છે. આ મુદ્દો ચોક્કસપણે ગંભીર છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં આ સંદર્ભમાં ચોક્કસપણે પગલાં લેવામાં આવ્યા છે,’ એમ પણ યોગેશ કદમે જણાવ્યું હતું.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button