ઉદ્ધવ ઠાકરે સામે ઘર્ષણઃ હવે રાજ ઠાકરેએ કાર્યકરોને કરી આ અપીલ

મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) અધ્યક્ષ રાજ ઠાકરેના કાફલા પર બીડમાં થયેલા ‘સોપારી અટેક’નો વળતો જવાબ આપી મનસે કાર્યકર્તાઓએ ઉદ્ધવના કાફલા પર નાળિયેરમારો કર્યો ત્યાર બાદ આ વાત આગળ નહીં વધારવાની સલાહ રાજ ઠાકરેએ પોતાના કાર્યકર્તાઓને આપી છે.
થાણેમાં ઉદ્ધવ ઠાકરેના કાફલા પર થયેલા હુમલાને પગલે મનસેના થાણે જિલ્લા અધ્યક્ષ અવિનાશ જાધવ સહિત અન્ય કાર્યકર્તાઓ પર નૌપાડા પોલીસે ગુનો નોંધ્યો છે ત્યારે રાજ ઠાકરેએ આ વાત હવે અહીં જ પતાવવાની અપીલ પોતાના કાર્યકર્તાઓને કરી છે.
ઉક્ત ઘટનાઓને પગલે મનસે અને ઉદ્ધવની શિવસેનાના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થવાની શક્યતાને પગલે થાણેમાં કડક પોલીસ બંદોબસ્ત લદાયો છે ત્યારે રાજ ઠાકરેએ કાર્યકર્તાઓને શાંત રહેવાની અપીલ કરતા જણાવ્યું હતું કે જેવાને તેવું નહીં, પરંતુ તેનાથી થોડું બમણું પાછું આપવું તેનું ઉદાહરણ તમે ગઇકાલે(શનિવારે) પૂરું પાડ્યું અને તે પૂરતું છે. તેથી હવે આ બધુ રોકશો, તેવું મારું મનસે સૈનિકોને આહ્વાન છે.
આ પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેના કાફલા પર હુમલો: મનસે જિલ્લાધ્યક્ષ સામે ગુનો, સુરક્ષા મુદ્દે પોલીસ સતર્ક
કાલે થાણેમાં ઉદ્ધવ ઠાકરેના કાફલા સામે મારા મહારાષ્ટ્ર સૈનિકોએ જે કર્યું તે તેમના રોષના કારણે ઉદ્ભવેલી પ્રતિક્રિયા હતી. ધારાશિવમાં મારા આડે અવરોધ ઊભા કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા. મરાઠા આંદોલનના નારા લગાવનારા એ લોકો હોવાનો ડોળ ઊભો કરવામાં આવ્યો, પરંતુ મરાઠા અનામત આંદોલનથી તેમનો કોઇ સંબંધ નહોતો. તે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારના માણસો હતા એ વાત સોશિયલ મીડિયા દ્વારા થયેલા ખુલાસામાં જાણવા મળી હતી