મુંબઈગરાઓને રાહત, પણ થાણેકરો દિવાળીમાં છત્રી લઈને નીકળજોઃ જાણો IMD શું કહે છે

મુંબઈઃ મુંબઈ અને મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ વર્તાતી હતી, પરંતુ મુંબઈગરાઓ માટે રાહતના સમાચાર છે કે આવનારા ત્રણ-ચાર દિવસ (IMD) હવામાન સૂકુ રહેશે અને શહેરમાં વરસાદ પડવાની શક્યતા ઘણી ઓછી છે.
દિવાળીના દિવસોમાં વરસાદની શક્યતાઓ સૌના જીવ અધ્ધર કરી નાખ્યા હતા. તહેવારોની મજા મોસમ બગાડી નાખશે તેમ લાગતું હતું. આ સાથે વેપારીઓના પણ જીવ ઉચક થઈ ગયા ગયા હતા. તહેવારોમાં ઘણા વેપારધંધા ખાસ ચાલતા હોય છે, જો વરસાદ પડે અને લોકો બહાર જ ન નીકળે તો તેમના વેપાર પર અસર થતી હોય છે.
આપણ વાંચો: મુંબઈગરાઓ તૈયાર રહેજોઃ આ દિવસોમાં ફરી ધોધમાર વરસાદ પડવાની શક્યતા
મહારાષ્ટ્રના અમુક ભાગો પર હજુ સંકટ
ચાલુ વર્ષે ચોમાસું ભારે તોફાની રહ્યું હતું અને મહારાષ્ટ્રના મરાઠવાડા સહિતના ઘણા ભાગોમાં ભારે વરસાદ અને પુરની સ્થિતિથી ખેતી સહિત જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. થોડી રાહત બાદ ફરી વરસાદ પડે તેવી સંભાવના છે. આ વર્ષે દિવાળી દરમિયાન ભારે વરસાદની શક્યતા વધુ છે, હવામાન વિભાગે આગાહી કરી છે.
ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 6 થી 7 દિવસમાં મહારાષ્ટ્ર, કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદ પડી શકે છે. દેશના મોટાભાગના ભાગોમાં 20 ઓક્ટોબરે દિવાળી ઉજવવામાં આવશે, તેથી આ વર્ષે આપણે વરસાદમાં ભીંજાઈને દિવાળી ઉજવવી પડી શકે છે. મુંબઈને બાદ કરતા પાલઘર, થાણે, રત્નાગિરીમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. થાણેમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદી માહોલની આગાહી છે.

આપણ વાંચો: આજે બીજી સેમિફાઇનલમાં ઇડન ગાર્ડન્સ પર વરસાદ પડવાની શક્યતા
19 થી 21 ઓક્ટોબર દરમિયાન મુંબઈ મેટ્રોપોલિટન રિજનના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ક્યારેક ક્યારેક હળવો વરસાદ પડવાની પણ શક્યતા છે. આ સમય દરમિયાન, મુંબઈના મોટાભાગના ભાગોમાં તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ અને 36 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે. આ સાથે, હવામાન વિભાગે આગાહી કરી છે કે કેરળ, તમિલનાડુ અને પુડુચેરીના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.