રેલવે દ્વારા વિસર્જન નિમિત્તે દોડાવાશે 18 સ્પેશિયલ લોકલ

મુંબઈઃ આવતીકાલે અનંત ચતુર્થીના વિસર્જનને ધ્યાનમાં લઈને મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવે દ્વારા મોડી રાતે વિશેષ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. બંને લાઈન પર કુલ 18 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. ગુરુવારે મધરાત બાદ શુક્રવાર સવાર સુધી મધ્ય, હાર્બર અને પશ્ચિમ રેલવે સ્પેશિયલ લોકલ ટ્રેનો દોડાવવામાં આવશે.
ચર્નીરોડ સ્ટેશન પર હશે સ્પેશિયલ બંદોબસ્ત
28મી સપ્ટેમ્બરના સાંજે પાંચ વાગ્યાથી રાતે સાડાઆઠ વાગ્યા સુધી દોડાવવામાં આવનારી તમામ ફાસ્ટ લોકલ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી ચર્ચગેટ સ્ટેશન વચ્ચે તમામ સ્ટેશનો પર ઊભી રહેશે. એટલું જ નહીં ચર્નીરોડ સ્ટેશન પરની ભીડને ધ્યાનમાં લેતા સાંજે પાંચથી રાતે 10 વાગ્યા સુધી પ્લેટફોર્મ નંબર બે પર સ્લો લોકલ ઊભી નહીં રહે, એવું પશ્ચિમ રેલવે દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.
વિસર્જન નિમિત્તે અહીંયા દોડાવવામાં આવશે આટલી લોકલ
મધ્ય રેલવે (મેઈન લાઈન)
સીએસએમટી-કલ્યાણઃ મધરાતે 1.40 કલાકે અને 3.20 કલાકે
સીએસએમટી-થાણેઃ મધરાતે 2.30 કલાકે
કલ્યાણ-સીએસએમટીઃ મધરાતે 12.05 કલાકે
થાણે-સીએસએમટીઃ મધરાતે 1 વાગ્યે અને 2 વાગ્યે
હાર્બર લાઈન
સીએસએમટી-બેલાપુરઃ મધરાતે 1.30 કલાકે અને 2.45 કલાકે
બેલાપુર-સીએસએમટીઃ મધરાતે 1.15 કલાકે અને 2.45 કલાકે
પશ્ચિમ રેલવે
ચર્ચગેટ-વિરારઃ મધરાતે 1.15 કલાકે, 1.55 કલાકે, 2.25 કલાકે અને 3.20 કલાકે
વિરાર-ચર્ચગેટઃ મધરાતે 12.15 કલાકે, 12.45 કલાકે, 1.40 કલાકે, 3 કલાકે