Viral Video: ચાલતી ટ્રેનમાં ઉતરવાના કિસ્સામાં મહિલાએ ગુમાવ્યું સંતુલન, પોલીસે બચાવ્યો જીવ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

Viral Video: ચાલતી ટ્રેનમાં ઉતરવાના કિસ્સામાં મહિલાએ ગુમાવ્યું સંતુલન, પોલીસે બચાવ્યો જીવ

મુંબઈઃ બદલાપુરમાં ભીડવાળી ટ્રેનમાં ચઢતી વખતે મહિલા રેલવે ટ્રેક પર પડવાના બનાવ પછી પશ્ચિમ રેલવેમાં ચાલતી લોકલ ટ્રેનમાં ઉતરવા જવાના કિસ્સામાં પોલીસના જવાને મહિલાનો જીવ બચાવી લીધો હતો. જોકે, રેલવે પોલીસની સતર્કતાને કારણે મહિલા પ્રવાસીનો જીવ બચાવી લેવામાં મદદ મળી હોવાનું રેલવેએ જણાવ્યું હતું.

પશ્ચિમ રેલવેના બોરીવલી રેલવે સ્ટેશન ખાતે આ બનાવ બન્યો હતો. ચાલતી ટ્રેનમાં ઉતરવા જવાના કિસ્સામાં મહિલાએ સંતુલન ગુમાવ્યું હતું, જે ટ્રેન સાથે પ્લેટફોર્મ પર ઘસડાયા પછી હાજર જવાને મહિલાને તુરંત ખેંચી લીધી હતી. પોલીસની સતર્કતાને કારણે મહિલાને ટ્રેનના ફૂટબોર્ડ અને પ્લેટફોર્મની ગેપ વચ્ચેથી ખેંચી લીધી હતી. જોકે, એક પળનો પણ વિલંબ કર્યો હોત તો મહિલાને જીવ ગુમાવવાની નોબત આવી હોત, એમ રેલવેએ દાવો કર્યો હતો.

આ પણ વાંચો: બદલાપુરમાં એક્સિડન્ટઃ લોકલ ટ્રેનમાં ચઢવા જતી વખતે મહિલા પડી રેલવે ટ્રેક પર…

મુંબઈ રેલવે પોલીસે આ સંબંધમાં ટવિટ કરીને પ્રવાસીઓને ચાલતી ટ્રેન નહીં પકડવાનો અનુરોધ કર્યો હતો. આ જ ટવિટને રેલવે મંત્રાલયે એક્સ પર પોસ્ટ મૂકીને રેલવે પ્રવાસીઓને ટ્રેન પકડતી વખતે ખાસ સાવધાની રાખવાની અપીલ કરી હતી.

અહીં એ જણાવવાનું કે શુક્રવારે જ બદલાપુરમાં કર્જત-સીએસએમટી ટ્રેન પકડવા જતી વખતે મહિલા પ્રવાસીને ગંભીર ઈજા પહોંચી હતી. ભીડવાળી ટ્રેન પકડવા જતી વખતે મહિલાએ સંતુલન ગુમાવતતા રેલવે ટ્રેક પર પડી હતી. માથામાં ગંભીર ઈજા પહોંચ્યા પછી મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મુંબઈ સબર્બન રેલવેમાં રોજના 65થી લાખથી વધુ પ્રવાસી ટ્રાવેલ કરે છે, જ્યારે 3,200થી વધુ લોકલ ટ્રેન દોડાવાય છે. આ ઉપરાંત, રોજની સેંકડો લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેન દોડાવાય છે, તેથી પ્રવાસીઓ સુખદ પ્રવાસ કરે એ જ સૌના હિતમાં છે, એમ રેલવે અધિકારીએ જણાવ્યું હતું.

સંબંધિત લેખો

Back to top button