ભૂતપૂર્વ સાંસદનો બદનક્ષીનો દાવો: ઉદ્ધવ-રાઉતની અરજી ફગાવાઈ…

મુંબઈ: મુંબઈની એક વિશેષ અદાલતે સોમવારે શિવસેના (યુબીટી)ના નેતાઓ ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત દ્વારા મેજિસ્ટ્રેટના આદેશ વિરુદ્ધની સંયુક્ત અરજીનો નિકાલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે લોકસભાના ભૂતપૂર્વ સંસદ સભ્ય રાહુલ શેવાળે દ્વારા દાખલ કરવામાં આવેલી બદનક્ષીના કેસમાંથી મુક્ત કરવાનો મેજિસ્ટ્રેટની કોર્ટે ઈનકાર કર્યો હતો.
આ પણ વાંચો : …એમના મોંમાંથી એક શબ્દ પણ નહીં નીકળે…કેમ આવું કહ્યું જરાંગેએ?
બંનેની સંયુક્ત રીતે દાખલ કરવામાં આવેલી રિવિઝન અરજીને નકારી કાઢતાં સંસદસભ્યો અને વિધાનસભ્યો વિશેના કેસના વિશેષ ન્યાયમૂર્તિ એ. યુ. કદમે એવો નિર્દેશ આપ્યો હતો કે આ કેસને મેજિસ્ટ્રેટની કોર્ટમાં સુનાવણી માટે મોકલી આપવામાંં આવે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાના નેતા રાહુલ શેવાળેએ ઠાકરે અને રાઉત સામે બદનક્ષીના ગુના હેઠળ કાર્યવાહી માટે ખટલો દાખલ કર્યો છે.
સામનાના મરાઠી અને હિન્દી અખબારોમાં 29 ડિસેમ્બર, 2022માં છપાયેલા અહેવાલમાં એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા તે પાકિસ્તાનના કરાચીમાં હોટેલ અને રિયલ એસ્ટેટ વ્યવસાય છે. ગયા વર્ષના જાન્યુઆરી મહિનામાં દાખલ કરવામાં આવેલી બદનક્ષી પિટિશનમાં જણાવવામાં આવ્યું હતું કે આ લેખ ઉપજાવી કાઢેલો અને કોઈપણ તથ્ય વગરનો છે.
બીજી તરફ ઠાકરે અને રાઉતે નિર્દોષ હોવાનો દાવો કરીને કેસમાંથી મુક્ત કરવાની અરજી કરી હતી. મેજિસ્ટ્રેટે તેમની અરજી ફગાવી દીધી હતી.