રાહુલ નાર્વેકર દિલ્હી રવાના
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર ઉપર વિધાનસભ્ય અપાત્રતા પિટિશન પર ઝડપથી નિર્ણય લેવા માટે દબાણ વધી રહ્યું છે, તેવામાં અચાનક નાર્વેકર દિલ્હી રવાના થયા હોવાથી ચર્ચા થઈ રહી છે.
મળતી માહિતી મુજબ નાર્વેકર ગુરુવારે અચાનક દિલ્હી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. નાર્વેકરની ઓફિસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નાર્વેકર દિલ્હીમાં કાનૂની નિષ્ણાતો સાથે ચર્ચા વિચારણા કરવા માટે ગયા છે.
સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશ નું અર્થઘટન, સ્પીકર પાસે ઉપલબ્ધ વિકલ્પો વગેરે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવશે. બીજી તરફ રાજકીય નિરીક્ષકો દ્વારા નાર્વેકરની દિલ્હી મુલાકાત ને આકરા નિર્ણય લેવા પહેલાં દિલ્હી ની મંજુરી મેળવવાનો પ્રયત્ન માનવામાં આવે છે.
અહીં ઉલ્લેખનીય છે કે નાર્વેકર ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેને બે દિવસ માં નોટિસ મોકલવાના છે ત્યારે દિલ્હી મુલાકાત શંકા જગાવવા પૂરતી છે.
ઠાકરે જૂથના સંસદસભ્ય સંજય રાઉતે એવો દાવો કર્યો છે કે “એકનાથ શિંદે અને ૧૬ વિધાનસભ્યની તિરડી (ઠાઠડી) બંધાઇ ગઇ છે.”