આમચી મુંબઈ

પંજાબથી લવાયેલું 1.35 કરોડનું ડ્રગ્સ નવી મુંબઈમાં પકડાયું: એકની ધરપકડ

થાણે: પંજાબથી વેચવા માટે લવાયેલું 1.35 કરોડ રૂપિયાનું ડ્રગ્સ નવી મુંબઈથી પકડી પાડીને પોલીસે પંજાબના વતનીની ધરપકડ કરી હતી.

એન્ટિ-નાર્કોટિક્સ સેલ (એએનસી)ના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે વાશીમાં કોપરી ગામ ખાતેના એક પરિસરમાં બુધવારે રેઇડ પાડી હતી અને 271.8 ગ્રામ હેરોઇન જપ્ત કર્યું હતું, એમ સિનિયર ઇન્સ્પેક્ટર સંદીપ નિગડેએ જણાવ્યું હતું.

આપણ વાચો: મહેસાણામાં ₹10.86 લાખના MD ડ્રગ્સ સાથે રાજસ્થાનના 3 યુવકો ઝડપાયા! ટ્રેન મારફતે થતી હતી હેરાફેરી

પોલીસની ટીમે આરોપી વિક્રમજીતસિંહ અમરિકસિંહને 1.35 કરોડના ડ્રગ્સ સાથે રંગેહાથ પકડી પાડ્યો હતો. આરોપી અમૃતસરનો વતની હોઇ તે કેટલાક મહિનાથી ભાડાના ઘરમાં રહેતો હતો અને ડ્રગ્સની તસ્કરીમાં સંડોવાયેલો હતો.

આરોેપી પંજાબથી ડ્રગ્સ મગાવતો હતો અને નવી મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં ગ્રાહકોને વેચતો હતો. આ કેસમાં સંડોવાયેલા અન્ય સાત આરોપીને અમે ઓળખી કાઢ્યા, જે હાલ ફરાર છે અને તેમની શોધ ચલાવવામાં આવી રહી છે. આરોપી વિક્રમજીતસિંહ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button