પુણેરી જલસોઃ એક સાડીની દુકાનનો આ વાયરલ વીડિયો તમે જોશો તો…
![crowded streets of pune during diwali shopping festival](/wp-content/uploads/2024/10/Saree-Shop-video-viral-Pune.webp)
પુણેઃ મહારાષ્ટ્રનું અતરંગી શહેર પુણે એક અલગ જ છાપ ધરાવે છે. મુંબઈની નજીક પણ મુંબઈથી અલગ અહીંના લોકોનો મિજાજ છે. પુણેના લોકોના ઘણા જોક્સ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આવું જ કંઈક હાલમાં વાયરલ થયું છે ને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે.
આ પણ વાંચો : મુંબઇમાં ગુલાબી ઠંડી, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા
હાલમાં દિવાળીની ખરીદી ચાલી રહી છે. પુણે નવવારી સાડી સહિતના ગાર્મેન્ટ્સ માટે ફેમસ છે. અહીં મુંબઈની જેમ જ રોજ હજારો લોકો બહારગામથી પણ શૉપિંગ કરવા આવે છે. મહિલાઓ શૉપિંગ કરે ત્યારે વેચનારને નાકે દમ આવી જાય છે.
મહિલાઓ ડિઝાઈન રંગ વગેરેની પસંદગીમાં સેલ્સમેનને થકાવી દે છે ત્યારે આવો જ એક મેસેજ પુણેની એક દુકાનમાં સ્ટીકર સાથે ચોંટાવામાં આવ્યો છે, જે કોઈએ ટ્વીટ કરતા સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ સ્ટીકર પર સૂચના લખી છે કે મહેરબાની કરી સેલ્સમેનને સાડી પહેરી બતાવવાનું કહેશો નહીં.
આ પણ વાંચો : સ્થાપત્યનું વાઈ-ફાઈ : દિવાળી ઉજવતું ઘર
મહિલાઓ એક સાડી પણ જલદીથી પસંદ કરી શકતી નથી. એક સાથે ઘણી સાડીઓ જોઈ પછી કન્ફયુઝ થઈ જાય છે અને સેલ્સમેનને કહે છે કે તે પહેરીને કે પછી પોતાના ઉપર સાડી નાખી તેમને બતાવે કે કઈ સારી લાગે છે.
આવી ભીડમાં સેલ્સમેન માટે આ કરવું શક્ય નથી ત્યારે પુણેની આ દુકાને સાડી ખરીદવા આવતી મહિલાઓને પહેલેથી સૂચના આપી દેવાનું જરૂરી સમજવ્યું છે.