આમચી મુંબઈમહારાષ્ટ્ર

Pune Porsche Accident: ઘટના બાદ આ ફિલ્મનો સિન થયો વાયરલ

પુણેઃ શહેરમાં થયેલા અકસ્માતની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. કલ્યાણીનગર વિસ્તારમાં મોડીરાત્રે પુરપાટ ઝડપે આવતી કારે ટક્કર મારતાં ટુ-વ્હીલર પર સવાર બે યુવાનના મોત થયા હતા. અકસ્માત સર્જનાર કારનો ચાલક સગીર છે. બે સુશિક્ષિત યુવાનોએ જીવ ગુમાવ્યો જ્યારે સગીર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવા છતાં તેમના પિતાએ તેમને કાર આપી, છોકરો દારૂના નશામાં હતો. આ કેસમાં સગીરને 15 કલાકમાં જામીન મળી ગયા હતા. તેણે કરેલા અકસ્માત અને તેને મળેલા જામીન બાદ આ વિષય વધારે ગંભીર બની ગયો છે. ચોમેરથી લોકો આ ઘટનાની ટીકા કરી રહ્યા છે ત્યારે આવા જ વિષય પર બનેલી અરશદ વારસી અને સૌરભ શુક્લાની ફિલ્મ જૉલી એલએલબી સૌને યાદ આવી રહી છે.

આ પણ વાંચો: પુણેમાં કાર અકસ્માતમાં સંડોવાયેલા ટીનેજરના પિતાને તાબામાં લેવાયો

થોડા વર્ષો પહેલા અરશદ વારસીની ફિલ્મ જોલી એલએલબી ખૂબ જ લોકપ્રિય થઈ હતી. પુણેમાં થયેલા અકસ્માત જેવી જ એક ઘટના ફિલ્મમાં બતાવવામાં આવી છે. આ ફિલ્માં પણ અકસ્માતપીડિત પરિવારને વકીલ જૉલી દ્વારા કોર્ટમાં ન્યાય માટે કરાતો સંઘર્ષ બતાવવામાં આવ્યો છે.

સિનેમામાં હીટ એન્ડ રનનો કિસ્સો છે. શહેરના ખૂબ જ સમૃદ્ધ ઉદ્યોગપતિનો નબીરો દારૂના નશામાં વાહન ચલાવે છે. આ નશામાં ધૂત છોકરાની કાર ફૂટપાથ પર સૂતા પાંચ જણને કચડી નાખે છે. તે સમય આ ફિલ્મ અભિનેતા સલમાન ખાનના એક્સિડન્ટ કેસ પર આધારિત હોવાનું માનવામાં આવતું હતું.

આ પણ વાંચો: મોંઘીદાટ ગાડી પૂરપાટ ઝડપે ચલાવનારા બેને કચડી નાંખનારા સગીર વિશે મુખ્ય પ્રધાને શું કહ્યું?

જોકે આ રીતે બેફામ કાર ચલાવી લોકોના જીવન સાથે ખેલ કરતી ઘટના ઘણીવાર બની છે.
ગુજરાતના બે કેસની વાત કરીએ તો 2013માં વિસ્મય શાહ નામના યુવાને બીએમડબલ્યુ કાર બેફામ ચલાવતા બે બાઈકસવારને બોડકદેવ વિસ્તારમાં કચડી નાખ્યા હતા તો 2023માં તથ્ય પટેલ નામના યુવાને પોતાની જેગુઆર કારથી એસજી હાઈ વે પર નવ જણને કચડી નાખ્યા હતા. હીટ એન્ડ રનની ઘણી ઘટનાઓ બને છે જેમાં મોત અથવા ઈજાઓ થતી હોય છે, પરંતુ વાહનચાલકો પોતાની મસ્તીમાં અન્યોની સુરક્ષાનો વિચાર કરતા નથી. આવા કેસમાં આકરી સજા થાય તે આવશ્યક છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button