આમચી મુંબઈમહારાષ્ટ્ર

પુણે સ્કૂલની અઘોરી વૃત્તિઃ પૉક્સો હેઠળ સજા પામેલા પીટી ટીચરને ફરી નોકરી અને…

પુણે : મહારાષ્ટ્રમાં બદલાપુરમાં બાળ યૌન શોષણની ઘટના બાદ હવે પુણેના ઔદ્યોગિક શહેર પિંપરી ચિંચવડમાંથી પણ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરાયેલા શિક્ષકને પોલીસે છોડ્યા બાદ શાળાએ તેને ફરીથી નોકરી પર રાખ્યો હતો.ત્યારે હવે આ શિક્ષકે ફરી એકવાર બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારે પોલીસે આરોપી શિક્ષક સહિત છ શાળા સંચાલકોની પણ ધરપકડ કરી છે.

શું છે સમગ્ર મામલો

આ ઘટનાની વિગત મુજબ, નિગડી ઓથોરિટી વિસ્તારમાં સ્થિત કીર્તિ વિદ્યાલયના આરોપી શિક્ષક નિવૃત્તિ કાલભોરે 12 વર્ષની બાળકીને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી પોક્સો હેઠળ ગુનો નોંધ્યો હતો. જોકે બાદમાં આરોપીને છોડી મુકવામાં આવ્યો હતો. પોલીસે છોડ્યા બાદ આરોપીને ફરીથી શાળાએ નોકરી પર રાખ્યો હતો. ત્યારે 21 ઓગસ્ટ, 2024 ના રોજ આરોપીએ ફરીથી તે જ ગુનો કર્યો અને છોકરીની છેડતી કરી.

પોક્સો એક્ટ 7, 8 અને 12 હેઠળ કેસ નોંધ્યો

આ બાબત ફરી નિગડી પોલીસના ધ્યાને આવતાં પોલીસે આરોપી શિક્ષક નિવૃત્તિ કાલભોર કીર્તિ શાળાના પ્રિન્સિપાલ અશોક જાધવ, ટ્રસ્ટી ચેરમેન રોહિદાસ જાધવ, લક્ષ્મણ હેન્દ્રે, અરવિંદ નિકમ, ગોરખ જાધવ હનુમંત નિકમ અને કીર્તિ વિદ્યાલયની મહિલા સભ્યની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે નિગડી પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટ 7, 8 અને 12 હેઠળ કેસ નોંધ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button