પુણે જમીન કૌભાંડ મામલે અજિત પવારના દીકરા પાર્થ પવારને ક્લીન ચિટ! આ ત્રણ લોકો પર આરોપ

મુંબઈ: પુણેના મુંડવા વિસ્તારમાં આવેલી સરકારી જમીન ખાનગી કંપની વેચવાના બહુ ચર્ચિત કેસનો તપાસ રીપોર્ટ જાહેર (Pune Land Scam Report) કરવામાં આવ્યો છે. જોઈન્ટ ઇન્સ્પેકટર જનરલ ઓફ રજિસ્ટ્રાર(IGR) ની આગેવાની હેઠળની તાપસ સમિતિએ અજિત પવારના દીકરા પાર્થ પવારને કલીન ચિટ આપવામાં આવી છે. તાપસ રીપોર્ટમાં કેસમાં સબ-રજિસ્ટ્રાર રવિન્દ્ર તારુ સહિત ત્રણ શખ્સોએ જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.
મીડિયા અહેવાલ મુજબ જોઈન્ટ IGR રાજેન્દ્ર મુઠેની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની સમિતિએ ગઈ કાલે મંગળવારે IGR રવિન્દ્ર બિનવાડેને તાપસ રીપોર્ટ સોંપ્યો હતો, તેમને આ રીપોર્ટ પુણે ડિવિઝનલ કમિશનર ચંદ્રકાંત પુલકુંડવારને મોકલી આપ્યો હતો. આ રીપોર્ટમાં પાર્થ પવારના નામનો ઉલ્લેખ ન નથી. અહેવાલ મુજબ સોદાના કોઈ પણ દસ્તાવેજમાં પાર્થ પવારનું નામ મળ્યું ન હતું.
શું છે મામલો?
પુણેના પોશ વિસ્તાર મુંડવામાં રૂ.300 કરોડની 40 એકર સરકારી જમીન કથિત રીતે ખાનગી કંપની અમાડિયા એન્ટરપ્રાઇઝિસ એલએલપીને વેચવા અને સ્ટેમ્પ ડ્યુટીમાં નોંધપાત્ર ડિસ્કાઉન્ટ આપવાના મામલે મહારાષ્ટ્રના રાજકરણમાં ખળભળાટ મચી, કેમ કે અજિત પવારનો દીકરો પાર્થ પવાર આ કંપનીમાં પાર્ટનર છે. આરોપ મુજબ કંપનીને સ્ટેમ્પ ડ્યુટીમાં રૂ. 21 કરોડની છૂટ આપવામાં આવી હતી.
પાર્થને ક્લીન ચિટ, આ લોકો ફસાયા:
અધિકારીએના જણાવ્યા મુજબ સમગ્ર સોદા દરમિયાન એક પણ દસ્તાવેજમાં પાર્થ પવારનો ઉલ્લેખ મળ્યો નહીં, આથી તેને જવાબદાર ઠેરવી શકાય નહીં. રિપોર્ટમાં સસ્પેન્ડેડ સબ-રજિસ્ટ્રાર રવિન્દ્ર તારુ, પાર્થ પવારના પાર્ટનર અને સંબંધી દિગ્વિજય પાટિલ, સેલર્સના પાવર ઓફ એટર્ની શીતલ તેજવાણીને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. પોલીસે દાખલ કરેલી FIRમાં આ ત્રણેયના નામ પહેલાથી જ આરોપી તરીકે નોંધાયેલા છે.
કંપનીને નોટીસ:
હવે તપાસ રીપોર્ટ જેહર થયા બાદ સરકારે અમાડિયા એન્ટરપ્રાઇઝિસ એલએલપીને રૂ.42 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચુકવવા માટે નોટિસ પણ પાઠવી છે, કંપનીને સાત દિવસમાં જવાબ આપવા પણ કહેવામાં આવ્યું છે.
ભવિષ્યમાં આવા કૌભાંડ રોકવા સમિતિની ભલામણો:
અધિકારીના જણાવ્યા મુજબ મુઠે સમિતિના અહેવાલમાં ભવિષ્યમાં આવા ફ્રોડ સોદાઓને રોકવા માટે પગલાં લેવાની ભલામણ કરવામાં આવી છે. સમિતિએ ભલામણ કરી કે જે પણ સોદામાં સ્ટેમ્પ ડ્યુટીમાં મુક્તિ માંગવામાં આવે, તેમાં કલેક્ટર (સ્ટેમ્પ) ની પરવાનગી ફરજિયાત બનાવવામાં આવે. રજીસ્ટ્રેશન એક્ટ કાયદાની કલમ 18-K મુજબ, 7/12નો ઉતારો એક મહિનાથી જૂનો ન હોવો જોઈએ અને સંપૂર્ણ માલિકીનો દસ્તાવેજ જરૂરી છે.
20 એપ્રિલ, 2025 ના નોટિફિકેશનને ટાંકીને સમિતિએ જણાવ્યું કે સરકારી જમીન સંબંધિત દસ્તાવેજોની નોંધણી સબ-રજિસ્ટ્રાર કરી શકે નહીં. હાલ આ નિયમ હાલમાં ફક્ત સ્પષ્ટ સરકારી માલિકીની જમીનો માટે જ લાગુ પડે છે; આ નિયમ એવી જમીનો પર લાગુ થવો જોઈએ, જ્યાં જમીન અસ્પષ્ટ રીતે અથવા આંશિક રીતે સરકારી માલિકીની હોય.
વધુ બે રીપોર્ટ તૈયાર:
મહેસૂલ વિભાગ અને સેટલમેન્ટ કમિશનરની તપાસ સમિતિઓ પણ તેમને તૈયાર કરેલા રીપોર્ટ રજૂ કર્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે આ ત્રણેય અહેવાલો મહેસૂલ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી વિકાસ ખડગેને મોકલવામાં આવશે, તેઓ જમીન સોદાની તપાસ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા રચાયેલી છ સભ્યોની પેનલની આગેવાની કરશે.
આપણ વાંચો: વસઇમાં ફાસ્ટ લોકલમાંથી ધક્કો મારી દેતાં સગીર ભાણેજનું મૃત્યુ: મામાની ધરપકડ…



