પુણેના પાલક પ્રધાન કોણ અજિત પવાર કે ચંદ્રકાંત પાટીલ?
મુંબઈ: મહારાષ્ટ્રના ૨૧મા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે શપથ લીધા હતા. આ નિમિત્તે એકનાથ શિંદે અને અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. હવે મહાયુતિના નેતાઓમાં કોને પ્રધાનપદ, કયા નેતાને કયા જિલ્લાના પાલક પ્રધાનપદ સોંપવામાં આવશે તેની ચર્ચા શરૂ થઇ છે. આ દરમિયાન પુણે જિલ્લાના પાલક પ્રધાન અજિત પવાર કે ભાજપના વરિષ્ઠ નેતા ચંદ્રકાંત પાટીલને બનાવવામાં આવશે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો : 10 રોકાણકાર સાથે 47 લાખની છેતરપિંડી કરનારો પકડાયો
આ દરમિયાન પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન ચંદ્રકાંત પાટીલે મીડિયા સાથેની વાતચીત કરી હતી ત્યારે તમને પાલક પ્રધાનપદ મળવું જોઇએ એવી ચર્ચા કાર્યકરો કરી રહ્યા છે એમ પૂછતા તેમણે કહ્યું હતું કે કાર્યકર્તાઓ જ નહીં, પણ નેતાઓ પણ મને સારામાં સારું પદ મળે એવી ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે, પણ આપણે બધાની ઇચ્છા પૂર્ણ કરી શકતા નથી. જ્યારે સાથીપક્ષોને સાથે લઇને ચાલવાનું હોય ત્યારે સમજૂતી મહત્ત્વની હોય છે.