આમચી મુંબઈ

પુણેમાં કારમાં હાજર સગીરાની જાતીય સતામણી, ત્રણ મહિલાના દાગીના લૂંટ્યા…

પુણે: પુણેના દૌંડ વિસ્તારમાં સોમવારે બે અજાણ્યા શખસે કારમાં હાજર 17 વર્ષની સગીરાની જાતીય સતામણી કર્યા બાદ શસ્ત્રની ધાકે ત્રણ મહિલાના દાગીના લૂંટ્યા હતા. હાઇવે પર ભીગવાન નજીક વહેલી સવારે આ ઘટના બની હતી. કેટલાક લોકો કારમાં જઇ રહ્યા હતા ત્યારે હાઇવે પર ડ્રાઇવરે લઘુશંકા કરવા માટે કાર થોભાવી હતી.

ડ્રાઇવર કારમાંથી ઊતર્યા બાદ બે અજાણ્યા શખસ ત્યાં આવ્યા હતા, જેમાં કારમાં હાજર લોકોને તીક્ષ્ણ હથિયારની ધાક દાખવી ધમકાવ્યા હતા. તેમણે કારમાંની ત્રણ મહિલાના દાગીના લૂંટી લીધા હતા, જ્યારે એક આરોપીએ સગીરાની જાતીય સતામણી કરી હતી.

આ ઘટના બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને આધારે ગુનો દાખલ કરાયો હતો અને આરોપીઓને પકડવા પોલીસની ટીમો તૈયાર કરવામાં આવી હતી, એમ પુણે (ગ્રામીણ)ના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સંદીપ સિંહ ગિલે જણાવ્યું હતું. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button