Pune Crime : સગીર ટેન્કર ચાલકે બાળકોને કચડ્યા
પુણેઃ પુણેના કલ્યાણીનગરમાં નશામાં ધૂત માલેતુજાર સગીરે બે લોકોને કચડી નાખ્યાની ઘટનાનો પડઘા હજી શમ્યા નથી ત્યાં પુણેમાં બીજો આવો બનાવ મચતા લોકોનો રોષ ફૂટી નીકળ્યો છે.
પુણેના વાનવાડીમાં સવારે કસરત માટે નીકળેલા બાળકોને એક ટેન્કરે કચડી નાખ્યા હોવાનો મામલો સામે આવ્યો છે અને મુખ્ય વાત તો એ છએ કે આ મોટું ટેન્કર એક સગીર ચલાવી રહ્યો હતો. આ ઘટનામાં કેટલાક બાળકોને ઈજા થઈ હતી અને ટુ-વ્હીલર પર સવાર એક મહિલાને પણ ઈજા થઈ હતી. આ અકસ્માત આજે સવારે 6.30 વાગ્યાની આસપાસ થયો હોવાનું માનવામાં આવે છે. આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો…
Karnataka ના પૂણા- બેંગલોર નેશનલ હાઇવે પર ભીષણ માર્ગ Accident, 13 લોકોના મોત
આ અકસ્માત બાદ રોષે ભરાયેલા નાગરિકોએ ટેન્કરને રોકી દીધું હતું. સગીર ટેન્કર ચાલકની ધરપકડ કરવામાં આવી છે. ભારે ટેન્કર 15 વર્ષના છોકરાને ચલાવવા માટે કેવી રીતે સોંપી દેવાયું એવો સવાલ લોકો કરી રહ્યા છે. આ ગંભીર કિસ્સો પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો છે. આ સગીર છોકરાને પકડીને પોલીસને હવાલે કર્યો છે. આ ટેન્કર ચાલકનું નામ સૈફ પઠાણ છે અને તેની ઉંમર માત્ર 15 વર્ષ છે. પોલીસે તેની અટકાયત કરી છે. તેમજ પોલીસે ટેન્કર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ટેન્કરના મૂળ માલિક મહિન્દ્રા બોરાટેને પણ પોલીસ પૂછપરછ માટે બોલાવશે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.