આમચી મુંબઈમહારાષ્ટ્ર

પુણે બન્યું મહિલાઓ માટે અસુરક્ષિત : મહિલાઓ પર અત્યાચારના મામલામાં વધારો

પુણે: મહારાષ્ટ્રના પુણેમાં મહિલા પર થતાં અત્યાચારઆ વધારો થઈ રહ્યો છે. લગ્ન કરવાની લાલચ આપી મહિલાઓને પ્રેમ જાળમાં ફસાવી તેમનું જાતીય શોષણ કરવાના અનેક કિસ્સાઓ પુણેમાથી બહાર આવ્યા છે. જાતીય શોષણમાં સગીર યુવતીઓ પર પણ અત્યાચાર થયા હોવાની ફરિયાદોમાં પણ વધારો થયો છે.

પોલીસ અહેવાલ મુજબ મહિલાઓ પર અત્યાચાર થવાના મામલે પુણે મહારાષ્ટ્રમાં ચોથા સ્થાને છે, જેમાં ગયા વર્ષે કુલ ૨,૦૭૪ જાતીય સતામણીની ફરિયાદો પુણેમાં નોંધાવવામાં આવી હતી. સાથે જ મહિલાઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વડે પણ છેડતી કરવામાં આવવાના કિસ્સામાં વધારો જોવા મળ્યો છે. પુણે જેવા મોટા શહેરમાં મહિલાઓ પર થતાં અત્યાચારમાં સતત વધારો થતાં તે ચિંતાની બાબત બની છે.

પુણે શહેરમાં સગીર યુવતીઓને લગ્ન કરવાનું કહી તેમની પર અત્યાચાર કરવા મામલે ૧,૧૩૯ ગુનાઓ શહેરના અનેક પોલીસ સ્ટેશનોમાં નોંધવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા અને રસ્તા પર મહિલાઓનો પીછો કરી તેમની છેડતી કાઢવાના પણ અનેક ગુનાઓ નોંધાવવામાં આવ્યા છે. આ પ્રકારના ગુનાઓ મોટે ભાગે કામની જગ્યાઓ પર થાય છે. એવું એક અધિકારીએ જણાવ્યુ હતું.

પુણેની જેમ પિંપરી-ચિંચવડ ભાગમાં પણ મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે. આ શહેરોમાં મહિલાઓ પર થતાં અત્યાચાર પર રોક લગાવવા પુણેમાં ૪૦ અને પિંપરી-ચિંચવડમાં ૩૨ દામિની પથક તૈનાત કરવામાં આવ્યા છે. આ પથકો શહેરના શાળા, કૉલેજો, બસ અને રેલવે સ્ટેશન, મંદિર. ઉધ્યાન પરિસરમાં પેટ્રોલીંગ કરે છે, જેથી આવી ઘાટનો પર રોક લગાવી શકાય. પુણેમાં જાન્યુઆરીથી નવેમ્બર ૨૦૨૩ સુધીમાં મહિલાની છેડતીના ૪૯૩, બળાત્કારના ૩૮૨ અને અપહરણ અથવા ભગાવી લઈ જવાના ૪૯૩ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. એવી માહિતી અધિકારીએ આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button