પુણેનો આર્ટિસ્ટ રોક બેલેન્સિંગથી સ્ટ્રેસ દૂર કરે છે, શું છે ખાસિયત જાણો…

પુણે: ડિજિટલ વ્યગ્રતા અને સતત કનેક્ટિવિટીની જરૂરિયાત ધરાવતી દુનિયામાં પુણેનો કલાકાર ખડકો વચ્ચે સંતુલન સાધી લોકોને ટેક્નોલોજીથી અળગા થવા માટે મદદ કરી રહ્યો છે. ગૌતમ વૈષ્ણવ નામનો વ્યાવસાયિક રોક બેલેન્સર અને ટીચર દ્રશ્ય ભ્રમણા જેવી અવસ્થાને ધ્યાનની કલાના સ્વરૂપમાં ફેરવી દીધું છે. વૈષ્ણવ તેના ગુરુત્વાકર્ષણને અવરોધતા કામચલાઉ પથ્થરના “શિલ્પો” સાથે શહેરભરના નદીકાંઠે, ટેકરીઓ અને ઉદ્યાનો પાસે લોકોને આકર્ષી રહ્યો છે.
કમ્પ્યુટર સાયન્સમાં બીટેક કરનાર 32 વર્ષના યુવાને જણાવ્યું હતું કે ‘પહેલી નજરમાં લોકોને લાગે છે કે આ જાદુ છે. પણ કોઈ જાદુઈ કમાલ નથી. માત્ર ગુરુત્વાકર્ષણ, ધૈર્ય અને સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત છે.’
મિત્ર ચિંતન વૈષ્ણવની સોશિયલ મીડિયાની પોસ્ટ જોયા પછી ગૌતમ વૈષ્ણવે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના મહાડ વિસ્તારમાં રોક બેલેન્સિંગની યાત્રા શરૂ કરી હતી. વૈષ્ણવને શરૂઆતમાં શ્રદ્ધા નહોતી, પણ પણ બ્રિકને બેલેન્સ કરવાનો પડકાર તેણે ઝીલી લીધો હતો.
આ સફળતાને પગલે વૈષ્ણવે આ સંતુલન પ્રક્રિયાને માત્ર શોખ તરીકે જ નહીં, પણ શિક્ષણના સાધન તરીકે અપનાવી. કળાનું આ સ્વરૂપ મનને શાંત પાડવા, એકાગ્ર થવા અને કદી હાર નહીં સ્વીકારવાનો અભિગમ વિકસાવવાની તાલીમ આપે છે. આ પદ્ધતિથી નિર્ણય લેવાની, ધીરજ રાખવાની અને જતું કરવાનું શીખવા મળે છે.’
ત્યાર બાદ તેમણે વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને દૃષ્ટિહિન વ્યક્તિઓ માટે પણ વર્કશોપનું આયોજન કરવાનું શરૂ કર્યું. વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે ‘દેખી ન સકતા વિદ્યાર્થીઓને ભણાવવું એ આંખ ઉઘાડનારો અનુભવ હતો. મારે મારી આંખો બંધ કરવાની હતી, ખડકોને અનુભવવાના હતા અને માત્ર સ્પર્શથી જ તેની રચના, આકાર અને સંતુલન બિંદુને સમજાવવાનું હતું. આ સમગ્ર પ્રક્રિયા મારા હૃદયને સ્પર્શી ગઈ.’
વૈષ્ણવનું માનવું છે કે આ પ્રથા આધુનિક શહેરી તણાવ દૂર કરવામાં મદદ કરે છે. લોકો વધુ પડતા વિચાર, સ્ક્રીનની લત અને નિર્ણયના લેવાના તણાવના ચક્કરમાં અટવાઈ જાય છે. ખડકોને સંતુલિત કરવાના પ્રયાસમાં તેઓ સ્થિર અવસ્થામાં મુકાઈ જાય છે. અજાણતા જ તેઓ ધ્યાન અવસ્થામાં આવી જાય છે.’
(પીટીઆઈ)