બીડની જેમ, પુણેમાં પણ બિનજરૂરી હથિયારના લાઇસન્સ રદ કરવામાં આવશે: અજિત પવાર...

બીડની જેમ, પુણેમાં પણ બિનજરૂરી હથિયારના લાઇસન્સ રદ કરવામાં આવશે: અજિત પવાર…

પુણે: મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં બિનજરૂરી હથિયાર લાઇસન્સ રદ કરવાના નિર્ણયની જેમ, પુણે જિલ્લામાં પણ આવા જ પગલાં લેવામાં આવશે, એમ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શુક્રવારે જણાવ્યું હતું. અગાઉ, પોલીસે બીડ જિલ્લામાં જારી કરાયેલા તમામ હથિયાર લાઇસન્સની સમીક્ષા કરવા અને દરેક કેસની ચકાસણી કરવા માટે એક કવાયત હાથ ધરી હતી જેથી ખાતરી કરી શકાય કે ધારકને હથિયારની કાયદેસર જરૂર હતી કે નહીં. આ પગલાને સરપંચ સંતોષ દેશમુખની હત્યાના પરિણામ તરીકે જોવામાં આવ્યું હતું.

પુણે અને બીડ બંને જિલ્લાના પાલક પ્રધાન અજિત પવારે અહીં જણાવ્યું હતું કે બીડ વહીવટીતંત્રે જિલ્લામાં કેટલાક શસ્ત્ર લાઇસન્સ રદ કર્યા છે. ‘પુણેમાં પણ આવા જ પગલાં લેવામાં આવશે અને તેના માટે આદેશો આપવામાં આવ્યા છે,’ એમ તેમણે કહ્યું હતું. પુણે જિલ્લામાં શસ્ત્રોના લાઇસન્સ તાજેતરમાં ચર્ચામાં આવ્યા હતા જ્યારે વૈષ્ણવી હગવણે આત્મહત્યાના કેસ સાથે જોડાયેલા વ્યક્તિઓને આવા શસ્ત્રોના લાઇસન્સ જારી કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.

16 મેના રોજ પુણેમાં વૈષ્ણવી (26)એ આત્મહત્યા કરી હતી, તેના પરિવારે એવો આરોપ લગાવ્યો હતો કે તેના સાસરિયાઓએ દહેજ માટે ત્રાસ આપ્યો હતો. તેના સસરા રાજેન્દ્ર હગવણેને બાદમાં એનસીપીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. રાજ ઠાકરેની મનસે અને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી) વચ્ચેના સંભવિત જોડાણ વિશે પૂછવામાં આવતા પવારે કહ્યું હતું કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે પોતપોતાના પક્ષોના વડા છે.

પક્ષો અંગે કોઈપણ નિર્ણય લેવાનો તેમનો અધિકાર છે. તમે અને હું તેના વિશે વિચારીને શું કરવાના છીએ? રાજકીય રીતે અલગ પડેલા ઠાકરે પિતરાઈ ભાઈઓએ તેમની તાજેતરની ટિપ્પણીઓથી સંભવિત મનસે-સેના (યુબીટી) જોડાણ વિશે ચર્ચા જગાવી છે.

રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા અંગેના સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે બેઠકોની વહેંચણી અંગે ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. અમારા ત્રણ પક્ષો (ભાજપ, એનસીપી અને શિવસેના) સાથે બેસીને મહાયુતિની રણનીતિ નક્કી કરશે. હાલમાં, દરેક વ્યક્તિ પોતપોતાના પક્ષને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

આપણ વાંચો : સમૃદ્ધિ મહામાર્ગ માટે કેટલી સામગ્રીનો ઉપયોગ? અજિત પવારે આપ્યો હિસાબ

Back to top button