આમચી મુંબઈ

નવા વર્ષની પાર્ટી માટે પબ દ્વારા કોન્ડોમ, ઓઆરએસનું વિતરણઃ કોંગ્રેસે કરી ફરિયાદ

મુંબઈ: નવા વર્ષના આગમન નિમિત્તે ૩૧મી ડિસેમ્બરની રાતની પાર્ટી માટે પબ-રિસોર્ટવાળાઓ ગ્રાહકોને આકર્ષવા માટે નિતનવી ઓફરો આપતા હોય છે, પરંતુ પુણેના એક પબ દ્વારા ગ્રાહકો માટે કંઇક અલગ જ વ્યવસ્થા કરવામાં આવી છે.
પુણેના સ્પિરિટ કૅફે પબ દ્વારા ૩૧મી ડિસેમ્બરની પાર્ટી માટે ગ્રાહકોમાં ક્ધડોમ, ઓઆરએસ અને સેનેટરી પેડ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. આ અંગેની માહિતી મળતા જ પોલીસે તપાસ શરૂ કરી હતી ત્યારે પબના સંચાલકોએ કહ્યું હતું કે ક્ધડોમનું વિતરણ કંઇ ગુનો નથી. લોકોમાં જાગરૂકતા લાવવા માટે ક્ધડોમ અને સેનેટરી પેડ્સનું વિતરણ કરી રહ્યા છીએ.
યુવાનોમાં જાગરૂકતા લાવવા માટે અને તેમની સુરક્ષા માટે ક્ધડોમ અને સેનેટરી પેડ્સ, ઓઆરએસના પેકેટનું વિતરણ કરવાના છીએ, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો : મુંબઈની કામ્યા કાર્તિકેયને રચ્યો ઈતિહાસ, વિશ્વના 7 ખંડોના શિખર પર ત્રિરંગો ધ્વજ લહેરાવનાર સૌથી યુવા વ્યક્તિ બની

મહારાષ્ટ્ર પ્રદેશ યુવક કોંગ્રેસ તરફથી પુણે પોલીસ કમિશનર પાસે આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. પબ દ્વારા તેમના નિયમિત ગ્રાહકોને આમંત્રણ આપતી વખતે આ બધી વસ્તુઓ પણ મોકલવામાં આવી છે. આ કૃત્ય પુણે શહેરની શૈક્ષણિક અને સાંસ્કૃતિક પરંપરાને કલંક લગાવનારું છે, એમ તેમણે પત્રમાં લખીને ફરિયાદ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button