અકોલામાં સાઇકિયાટ્રિસ્ટે કરી આત્મહત્યા

અકોલા: અકોલા જિલ્લામાં 48 વર્ષના સાઇકિયાટ્રિસ્ટે દવાનો ઓવરડોઝ લઇને આત્મહત્યા કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. મૃતકની ઓળખ પ્રશાંત જાવરકર તરીકે થઇ હતી, જેણે ન્યૂ તાપડિયા નગરમાં પોતાના નિવાસે શનિવારે બપોરે વધુ પ્રમાણમાં દાવી પીધી હતી.
ઇન્સ્પેક્ટર મનોજ બાહુરેએ જણાવ્યું હતું કે પ્રશાંતને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં તેને ડોક્ટરોએ તપાસીને મૃત જાહેર કર્યો હતો.
પ્રશાંતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા બાદ પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કર્યો હતો. પ્રશાંત છેલ્લાં કેટલાંક વર્ષથી ખાનગી હોસ્પિટલમાં કામ કરતો હતો.
(પીટીઆઇ)