કબૂતરખાના પર પ્રતિબંધને મુદ્દે સુધરાઈ કમિશનરને પત્ર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં કબૂતરોને ચણ નાખવા પર મૂકવામાં આવેલા પ્રતિબંધ સામે અનેક સ્તરે વિરોધ થઈ રહ્યો છે ત્યારે રાજ્યના કેબિનેટ પ્રધાને મુંબઈ મહાનગરપાલિકા કમિશનર ભૂષણ ગગરાણીને પત્ર લખીને પક્ષીપ્રેમીઓ, સાધુ-સંતો અને નાગરિકો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ભાવના પ્રત્યે ધ્યાન આપવાની વિનંતી કરી છે. કોર્ટના નિર્ણયનું સન્માન રાખીને લાંબા સમયથી ચાલી રહેલી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનું સન્માન કરીને અને જનભાવનાને ધ્યાનમાં રાખીને માર્ગ કાઢવાની વિનંતી પણ આ પત્રમાં કરવામાં આવી છે.
આ પણ વાંચો: દાદરનું કબૂતરખાનું ખસેડવાનું ફરી વિલંબમાં, કારણ શું છે જાણો?
કેબિનેટ પ્રધાને પાલિકા કમિશનરને પત્ર લખ્યો છે, તેમાં ચણના અભાવે કબૂતરો રસ્તા પર મૃત હાલતમાં મળી આવે છે અને તેને કારણે નવી સાર્વજનિક આરોગ્ય સમસ્યા નિર્માણ થઈ રહી છે. તેથી બધા કબૂતરખાના બંધ થઈ જાય તો કબૂતરોને ખાવાના વાંધા થઈ શકે છે. તેથી તેમના આહાર માટે વૈકલ્પિક ઉપાય યોજના લાગુ કરવાની વિનંતી કરવામાં આવી છે. પત્રમાં તેમણે બીકેસી, રેસકોર્સ, આરે કોલોની, સંજય ગાંધી નેશલન પાર્ક જેવા ખુલ્લા સ્થળ પર સુરક્ષિત ફીડિંગ ઝોન ઊભા કરવાની માગણી પણ કરી છે.