PM Mumbai visit: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઇ પ્રવાસે: આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક્સ સમિતિના સત્રનું ઉદઘાટન
મુંબઇ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે મુંબઇ આવવાના છે. સાંજે પાંચ વાગે વડા પ્રધાન મોદીનું વિમાન મુંબઇ એરપોર્ટ પહોંચશે. ત્યાંથી તેઓ બીકેસીમાં જીઓ વર્લ્ડના કાર્યક્રમમાં જશે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી દિલ્હી જવા રવાના થશે. મુંબઇ જીઓ વર્લ્ડ સેન્ટરમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક્સ સમિતીનું અધિવેશન યોજાનાર છે. આ અધિવેશનના ઉદઘાટન માટે વડા પ્રધાન નેરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે.
મુંબઇના જીઓ વર્લ્ડ સેન્ટરમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક્સ અધિવેશનની આજથી શરુઆત થનાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઇના જીઓ વર્લ્ડ સેન્ટરમાં 141માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક્સ સિમતી (IOC) ના અધિવેશનનું ઉદધાટન કરવાના છે. આજથી શરુ થનારા આ અધિવેશનમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક્સ સિમતીના મુખ્ય સભ્યોની બેઠક યોજાનાર છે, ઓલિમ્પિક્સ રમતના ભાવિ બાબતે મહત્વના નિર્ણય આયઓસી અધિવેશનમાં લેવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં બીજી વખત અને 40 વર્ષ બાદ IOCના સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ IOC નું 86મું અધિવેશન 1983માં નવી દિલ્હી ખાતે યોજાયું હતું. હેંગઝોઉમાં યોજાયેલ એશિયન ગેમ્સમાં ભારતના ઐતિહાસીક પ્રદર્શન બાદ રમત-ગમત ક્ષેત્રના દિગ્ગજો માટે IOCના આ સત્ર માટે ઉત્સુકતા હોવી સ્વાભાવિક છે.
આ વખતનું IOCનું 141મું અધિવેશન ભારતમાં યોજાઇ રહ્યું છે. આ સત્રમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક્સ સમિતીના અધ્યક્ષ થોમસ બાક અને IOC ના અન્ય સભ્યો, ભારતીય ઓલમ્પિક સંગઠના સભ્યો સહિત વિવિધ ક્રિડા સંસ્થાઓના પ્રમુખ, ભારતની જાણીતી સ્પોર્ટ્સ પર્સનાલિટી અને અન્ય કેટલાંક પ્રતિનિધીઓ ઉપસ્થિત રહેશે.