ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટની ટ્વિન ટનલના કામનું વડાપ્રધાન મોદીના હસ્તે શનિવારે ભૂમિપૂજન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના ઈસ્ટર્ન અને વેસ્ટર્ન સબર્બને જોડનારો મહત્ત્વાકાંક્ષી ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટના ત્રીજા તબક્કામાં સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન (નેશનલ પાર્ક)ના નીચેથી જનારી ટ્વિન ટનલના કામનું ભૂમિપૂજન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શનિવાર, ૧૩ જુલાઈ, ૨૦૨૪ના સાંજે કરવામાં આવવાનું છે. ગોરેગામના નેસ્કો એક્ઝિબિશન સેન્ટરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: સ્માર્ટ સિટી મિશન – અંતિમ પ્રોજેક્ટ માર્ચ 2025 સુધી લંબાવવામાં આવ્યો
મુંબઈ મહાનગર પાલિકાએ ગોરેગામ-મુલુંડ લિંક રોડ (જીએમએલઆર) પ્રોજેક્ટ હાથ ધર્યો છે. લગભગ ૧૨.૨૦ કિલોમીટર લંબાઈના આ પ્રોજેક્ટને કારણે પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગર દરમિયાન પ્રવાસનો સમય ૭૫ મિનિટ પરથી ૨૫ મિનિટનો થઈ જશે. આ પ્રોજેક્ના ત્રીજા તબક્કા અંતર્ગત નેશનલ પાર્કમાં જમીન નીચેથી ૪.૭ કિલોમીટર અંતર પર બે ટ્વિન ટનલ બાંધવામાં આવવાની છે. આ ટનલના કામનું ભૂમિપૂજન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શનિવારે સાંજે પાંચ વાગે ગોરેગામના નેસ્કો એક્ઝિબિશન સેન્ટરમાં કરવામાં આવવાનું છે.
આ પણ વાંચો: 132 સીટ, ફૂડ ફેસિલિટી અને હોસ્ટેસ આ તે બસ છે કે બીજું કંઈ? ગડકરીનો આ છે પ્રોજેક્ટ
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ જીએમએલઆર પ્રોજેક્ટના ત્રીજી તબક્કાના કામ અંતર્ગત બોરિવલીના સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનના નીચેથી ૪.૭ કિલોમીટર લંબાઈ અને ૪૫.૭૦ મીટર પહોળાઈની ટ્વિન ટનલ બનાવવામાં આવવાની છે. આ ટનલ પાછળ લગભગ ૬૩૦૧.૮૦ કરોડ રૂપિયાનો અપેક્ષિત ખર્ચ છે