સ્માર્ટ સિટી મિશન – અંતિમ પ્રોજેક્ટ માર્ચ 2025 સુધી લંબાવવામાં આવ્યો
નવી દિલ્હી: દેશના શહેરી વિકાસમાં મહત્વાકાંક્ષી પ્રયોગ તરીકે 2015માં શરૂ કરાયેલા સ્માર્ટ સિટી મિશને દેશભરમાં શહેરી વિસ્તારોની કાયાપલટ કરી છે. આમાં શહેરોમાં સ્પર્ધા, સ્ટેકહોલ્ડર દ્વારા સંચાલિત પ્રોજેક્ટ પસંદગી અને શહેરી શાસનને સુધારવા માટે ટેકનોલોજી અને ડિજિટલ સોલ્યુશન્સનો સમાવેશ થાય છે.
સ્માર્ટ સિટી મિશન હેઠળ રૂ. 1.6 લાખ કરોડના અંદાજિત ખર્ચે દેશના 100 શહેરોમાં 8,000 થી વધુ મલ્ટિ-સેક્ટરલ પ્રોજેક્ટ્સ લાગુ કરવામાં આવી રહ્યા છે. મિશનના અમલીકરણમાં 03 જુલાઈ 2024 સુધી 7,188 પ્રોજેક્ટ્સ (કુલ પ્રોજેક્ટ્સના 90 ટકા) પૂર્ણ થયા છે, જ્યારે ₹19,926 કરોડના બાકીના 830 પ્રોજેક્ટ્સ અંતિમ તબક્કામાં છે.
આ પણ વાંચો : આઈટીઆઈમાં પ્રવેશ લેનારા પછાત વર્ગના વિદ્યાર્થીઓના ખાતામાં તાલીમ ફીની ભરપાઈ: અતુલ સાવે
ભારત સરકારે મિશનના અમલીકરણ માટે 100 શહેરો માટે રૂ. 48,000 કરોડનું બજેટ ફાળવ્યું છે. તે ભંડોળના 97%, એટલે કે રૂ. 46,585 કરોડ, શહેરોને વિતરિત કરવામાં આવ્યા છે. આ ભંડોળનો 93% શહેરો દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેને પગલે નાગરી વિસ્તારના પ્રોજેક્ટ્સને વેગ મળ્યો છે.
મિશનનો સમયગાળો 31 માર્ચ 2025 સુધી લંબાવવામાં આવ્યો છે, બાકી રહેલા 10% પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે વધારાનો સમય આપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ નાગરિકોની જીવનશૈલી સુધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે, એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
સ્માર્ટ સિટી મિશન હેઠળ મહારાષ્ટ્રના 10 શહેરોમાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. શહેરોમાં અમરાવતી, સોલાપુર, નાગપુર, કલ્યાણ-ડોમ્બિવલી, છત્રપતિ સંભાજીનગર, નાસિક, થાણે, નવી મુંબઈ, મુંબઈ, પુણે અને પિંપરી-ચિંચવડનો સમાવેશ થાય છે.