આમચી મુંબઈ

એકનાથ શિંદેના ગઢ પર ડોળોઃ થાણેમાં ‘શત પ્રતિશત’ દરજ્જો મેળવીશું: ભાજપ

મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાની મુશ્કેલી વધારતું નિવેદન રવિવારે ભાજપના નેતા દ્વારા કરવામાં આવ્યું હતું. ભાજપના નેતાએ દાવો કર્યો હતો કે તેમનો પક્ષ થાણેમાં સતત આગળ વધી રહ્યો છે અને ટૂંક સમયમાં થાણેમાં ‘શત પ્રતિશત’ (૧૦૦ ટકા) દરજ્જો મેળવશે. ઉલ્લેખનીય છે કે થાણે શિંદેનો ગઢ ગણાય છે અને શિંદેની શિવસેના મહાયુતિમાં મુખ્ય ઘટકપક્ષ છે.

થાણે શહેર જિલ્લાના ભાજપના પ્રમુખ સંજય વાઘુલેએ જણાવ્યું હતું કે શિવસેના, શિવસેના-યુબીટીના અનેક કાર્યકરો ભાજપના સ્થાપના દિને રવિવારે પક્ષમાં જોડાયા હતા. ‘થાણેમાં ભાજપ ‘શત પ્રતિશત ભાજપ’નો દરજ્જો મેળવવા આગળ વધી રહ્યો છે. ફક્ત થાણેમાં જ ૮૪,૦૦૦થી વધુ સભ્યો અમારા પક્ષમાં જોડાયા છે’, એવો દાવો વાઘુલેએ કર્યો હતો.

આ પણ વાંચો: એકનાથ શિંદેએ બુલેટ ટ્રેનના દિવા સ્ટેશનને થાણે સાથે જોડવા માટે નવી મેટ્રો લાઇનની જાહેરાત કરી

ભાજપના વિધાનસભ્ય સંજય કેળકરે દાવો કર્યો હતો કે સંપૂર્ણ મહારાષ્ટ્રમાં ૧.૫ કરોડ કરતા વધુ સભ્ય ભાજપમાં જોડાયા છે જ્યારે ફક્ત થાણે જિલ્લામાં આ આંકડો ૧.૫ લાખ કરતા વધુ છે. વિધાન પરિષદના સભ્ય નિરંજન દાવખરેએ જણાવ્યું હતું કે ભાજપના વિઝન અને નેતાગિરિ પર લોકો વિશ્ર્વાસ કરી રહ્યા છે એ સકારાત્મક સંકેત છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button