આમચી મુંબઈમહારાષ્ટ્ર

લોકસભા પછી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તૈયારી: ચૂંટણી પંચના પગલાં

મુંબઈ: કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. તે પછી દેશમાં નવી સરકાર સત્તામાં આવી. લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા બે મહિનાથી વધુ સમયથી ચાલી રહી હતી. સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. 19 એપ્રિલથી મતદાન શરૂ થયું હતું. ત્યારબાદ 4 જૂને મતગણતરી હાથ ધરવામાં આવી હતી. હવે લોકસભાની ચૂંટણી બાદ ચૂંટણી પંચ ફરી કામે લાગી ગયું છે. ચૂંટણી પંચે મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ કાશ્મીર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે માટે પ્રથમ પગલું ભરવામાં આવ્યું છે.

લોકસભાની ચૂંટણી બાદ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. પંચે મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ કાશ્મીર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ માટે મતદાર યાદી અપડેટ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઘરે ઘરે જઈને મતદાર યાદીઓ અપડેટ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. મતદાન મથકની સમસ્યાઓ દૂર કરવા માટે આવશ્યક પગલાં લેવાના આદેશ આપવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 21 ઓક્ટોબર 2019ના રોજ થઈ હતી. રાજ્યની તમામ 288 બેઠકો માટે મતદાન થયું હતું. પરિણામ 24 ઓક્ટોબર 2019ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. તે પરિણામ બાદ ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાના મહાયુતીને સ્પષ્ટ બહુમતી મળી હતી, પરંતુ ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને મતભેદો સર્જાયા હતા. ત્યારપછી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું કારણ કે કોઈ પણ પક્ષ સરકાર બનાવી શક્યો ન હતો.

Also Read: હવે જવાહર કોના ? Jawahar Chavdaના વિડીયોથી રાજકારણમાં આંધીના એંધાણ

લગભગ બે મહિના સુધી રાષ્ટ્રપતિ શાસન હતું. ત્યારબાદ 23 નવેમ્બર, 2019ના રોજ દેવેન્દ્ર ફડણવીસે મુખ્યપ્રધાન અને અજિત પવારે નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા, પરંતુ આ સરકાર બહુમત સાબિત કરી શકી નહોતી. ત્યારબાદ 28 નવેમ્બર, 2019ના રોજ શિવસેના, એનસીપી અને કોંગ્રેસે મહા વિકાસ અઘાડીની રચના કરી અને રાજ્યમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળ સરકાર સ્થાપન થઈ હતી. સરકાર 28 નવેમ્બરે સ્થાપન થઈ હોવા છતાં વિધાનસભાની મુદત 24 ઓક્ટોબરે પૂરી થઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button