આપણું ગુજરાતટોપ ન્યૂઝ

હવે જવાહર કોના ? Jawahar Chavdaના વિડીયોથી રાજકારણમાં આંધીના એંધાણ

જુનાગઢ: ચોમાસાના વરસાદ પહેલા જ સૌરાષ્ટ્રના રાજકારણમાં હવે મોટી આંધી આવે તેવા સંકેતો મળી રહ્યા છે અને આ વાત સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા ગણાતા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડા (Javahar Chavda)ના વિડિયોથી સ્પષ્ટ થઈ ચૂકી છે. તેમણે એક વિડીઓ પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાને એક સંદેશ આપ્યો છે. જો કે ચૂંટણીમાં ભાજપના કોઈ કાર્યક્રમમાં જવાહર ચાવડા સક્રિય જોવા નહોતા મળ્યા, આ સમયે તેઓ કોઈ નવાજૂની કરી શકે છે તે વાતની ચર્ચા જાગી હતી.

સૌરાષ્ટ્રના રાજકારણમાં જેની છાપ એક દિગ્ગજ નેતા તરીકેની છે તેવા જવાહર ચાવડા આજે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તેમણે તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક વિડીઓ શેર કર્યો છે. વિડીયોમાં જવાહર ચાવડાએ ભાજપનો લોગો હટાવીને નીચે મશાલ લઈને ઉભેલા માણસનું ચિત્ર બતાવીને પોતાને એક ક્રાંતિકારી નેતા ગણાવ્યા હતા. તેમણે વિડીઓમાં મનસુખ માંડવિયાને સંબોધીને કરેલા કામોની યાદી ગણાવી હતી અને કહ્યું હતું કે જો તમારામાં હિંમત હોત તો ચૂંટણી દરમિયાન બોલ્યા હોત.

જો કે આ મુદો પોરબંદર બેઠકથી ચૂંટણી જીતેલા મનસુખ માંડવિયાના વાકબાણ બાદ ઉઠ્યો છે. કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડા પર માણાવદરના ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવવાના આરોપ લાગ્યા હતા. જો કે આ બાદ મનસુખ માંડવિયાએ નિવેદન આપતા કહ્યું હતું કે ભાજપનો સિમ્બોલ લઈને ફરતા લોકોએ કામ કરવું જોઈએ. ચૂંટણી સમયે ઘણા લોકોએ પૂછ્યું હતું કે રિસાયેલા લોકોનું શું કરશું ? ત્યારે કાર્યકારોએ કહું દીધું હતું કે લડી લેશું અને તમે બધાએ લડી લેશું.

Also Read: લોકસભાની ચૂંટણીમાં તો ઓછી બેઠકોથી સંતોષ માન્યો પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં…

જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ હોવાના સંકેતો મળી રહ્યા હતા. તેઓ ચૂંટણી દરમિયાન ભાજપના કાર્યક્રમોમાં ક્યાંય સક્રિયપણે દેખાયા નહોતા. માણાવદરના ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવવા માટે તેમણે પ્રયત્નો કર્યા હોવાના આરોપ લાગ્યા હતા. આ બાદ મનસુખ માંડવિયાએ આપેલી નિવેદનથી આ વાત વધુ પેચીદી બની હતી. જો કે એક હોટલમાં જમવાનું ન ભાવે તો બીજી હોટલમાં જમવા જવાઈ એવું કહીને ભાજપમાં જોડાનાર જવાહર ચાવડા હવે કોની પડખે જઈને ઊભા રહેશે તે ચર્ચાનો વિષય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…