આમચી મુંબઈ

ગરીબો માટે પરવડે તેવા ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે પીપીપી મોડેલનો પ્રસ્તાવ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન અને એમએસઆરટીસીના ચેરમેન પ્રતાપ સરનાઈકે જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી) મોડેલ દ્વારા ગરીબ નાગરિકો માટે ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે એક મહત્ત્વાકાંક્ષી યોજનાનો પ્રસ્તાવ મૂક્યો છે.

આ પહેલનો ઉદ્દેશ પરિવહન, રહેઠાણ અને ભોજન સહિત સસ્તા ધાર્મિક પ્રવાસ પેકેજો ઉપલબ્ધ કરાવવાનો છે, જેનાથી તમામ આર્થિક પૃષ્ઠભૂમિના લોકો માટે આધ્યાત્મિક યાત્રાઓ સુલભ બને.

એમએસઆરટીસીના મુખ્યાલયમાં તાજેતરમાં મળેલી બેઠકમાં સરનાઈકે પવિત્ર યાત્રાઓમાં ભાગ લેવાની લોકોની ક્ષમતામાં ખર્ચ અવરોધ ન આવે તે સુનિશ્ર્ચિત કરવામાં આવી ભાગીદારીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

ટૂર ઓપરેટરોએ ઑફ-સીઝન દરમિયાન ખાસ કરીને રજાઓની આસપાસ જ્યારે એસટીની બસોમાં મુસાફરોનો ટ્રાફિક ઓછો હોય છે ત્યારે પ્રવાસોનું આયોજન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ વ્યૂહરચના ફક્ત એસટીની આવકમાં વધારો કરશે નહીં પરંતુ સામાન્ય લોકોને સસ્તી મુસાફરીની તકો પણ પૂરી પાડશે, એમ સરનાઈકે જણાવ્યું હતું.

આ યોજના હેઠળ પ્રવાસોમાં સ્વચ્છ શૌચાલય અને પસંદગીના યાત્રાધામો પર મફત રહેવા જેવી મૂળભૂત સુવિધાઓનો સમાવેશ થશે. આ મોડેલ પંઢરપુરમાં પહેલાથી જ સફળ સાબિત થયું છે અને હવે અષ્ટવિનાયક, તુળજાપુર-પંઢરપુર-અક્કલકોટ, જ્યોતિર્લિંગ સર્કિટ અને ત્ર્યંબકેશ્ર્વર-નાસિક જેવા મુખ્ય યાત્રાધામો બાબતે વિચારણા ચાલી રહી છે.

આ પણ વાંચો -‏‏‎ મુંબઈની લોકલ ટ્રેનમાં વરિષ્ઠ નાગરિકો માટે ‘અલગ’ ડબ્બો રખાશે, જાણો નવી અપડેટ

સરનાઈકે પવિત્ર શ્રાવણ મહિના પહેલા આ સંયુક્ત પ્રવાસ સેવાઓ શરૂ કરવાના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો, જેથી લોકો મહારાષ્ટ્રના સૌથી મહત્ત્વપૂર્ણ ધાર્મિક સમયગાળામાંના એક માટે સમયસર તેમની આધ્યાત્મિક યાત્રા શરૂ કરી શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button