Post Office ની આ સેવિંગ સ્કીમ કરશે રોકાણકારોને માલામાલ, મળશે આટલું વળતર
મુંબઇ : દેશમાં રોકાણ માટેની અનેક યોજનાઓ બજારમાં છે. જોકે તેમાં પોસ્ટ ઓફિસની ઘણી બચત યોજનાઓ નાના રોકાણકારોમાં(Post Office Saving Scheme)ખૂબ જ લોકપ્રિય છે. તેમાંથી એક યોજનાને માસિક બચત યોજના છે. આ સ્કીમ દ્વારા કોઈપણ વ્યક્તિ દર મહિને કમાણી કરી શકે છે. આ યોજના નિયમિત આવક ઇચ્છતા રોકાણકારો માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સ્કીમ દ્વારા તમે 9,250 રૂપિયાની માસિક આવક થી 1,11,000 રૂપિયાની વાર્ષિક આવક મેળવી શકો છો.
MIS યોજના શું છે?
પોસ્ટ ઓફિસ એમઆઈએસ એક ડિપોઝિટ સ્કીમ છે જેમાં તમે દર મહિને વ્યાજ દ્વારા આવક મેળવી શકાય છે. તેમાં કેટલી આવક થાય છે તે તમારી જમા રકમ પર આધાર રાખે છે. ખાતા પર મળતું વ્યાજ પોસ્ટ ઓફિસ બચત ખાતામાં જમા થાય છે. તમે 5 વર્ષ પછી તમારી ડિપોઝિટ ઉપાડી શકો છો. જો રોકાણકાર ભવિષ્યમાં પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો તેમાં રોકાણ કરી શકે છે.
સિંગલ અને જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકાય
આ સ્કીમમાં સિંગલ અને જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકાય છે. બે કે ત્રણ લોકો જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકે છે. ડિપોઝિટ મર્યાદા સિંગલ એકાઉન્ટમાં ઓછી અને સંયુક્ત ખાતામાં વધારે છે. ત્યારે જો રોકાણકાર પત્ની સાથે સંયુક્ત ખાતું ખોલાવે છે તો વધુ રકમ જમા કરાવી શકે છે અને વધુ કમાણી થઈ શકે છે.
સ્કીમ 7.4 ટકાના દરે વ્યાજ આપી રહી છે
રોકાણકાર એક ખાતામાં 9 લાખ રૂપિયા અને સંયુક્ત ખાતામાં 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. તેમાં માત્ર એક જ વાર રકમ જમા કરાવવી પડે છે. જેની પર 5 વર્ષ સુધી વ્યાજ મળશે. હાલમાં આ સ્કીમ 7.4 ટકાના દરે વ્યાજ આપી રહી છે.
1,11,000 રૂપિયાનું રિટર્ન
જો રોકાણકાર પત્ની સાથે આ સ્કીમમાં 15 લાખ રૂપિયા જમા કરાવે તો, તો તેને 7.4 ટકા વ્યાજના દરે વાર્ષિક 1,11,000 રૂપિયા અને દર મહિને 9,250 રૂપિયા મળશે. જેની ગણતરી કરીએ તો 1,11,000 x 5 = 5,55,000 આ રીતે રોકાણકાર 5 વર્ષમાં માત્ર વ્યાજમાંથી 5,55,000 રૂપિયા કમાઈ શકશો.
આ પણ વાંચો : મુંબઇ- અમદાવાદ બાદ આ સાત રૂટ પર Bullet Train દોડાવવાનું રેલવેનું આયોજન, જાણો વિગતે
સિંગલ એકાઉન્ટમાં રોકાણની મર્યાદા
જો રોકાણકાર સિંગલ એકાઉન્ટ ખોલે તો વધુમાં વધુ 9 લાખ રૂપિયા જમા કરાવી શકે છે. ત્યારે 7.4 ટકા વ્યાજ દર પર એક વર્ષમાં 66,600 રૂપિયા વ્યાજ મળે છે અને દર મહિને 5,550 રૂપિયાની આવક થાય. આ જ રીતે માત્ર વ્યાજ દ્વારા 5 વર્ષમાં 3,33,000 રૂપિયાની આવક પ્રાપ્ત થઈ શકે છે.
પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જરૂરી
દેશનો કોઈપણ નાગરિક પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં ખાતું ખોલાવી શકે છે. બાળકના નામે પણ ખાતું ખોલાવી શકાય છે. જો બાળકની ઉંમર 10 વર્ષથી ઓછી હોય તો તેના માતા-પિતા અથવા કાનૂની વાલી તેના નામે ખાતું ખોલાવી શકે છે. જ્યારે બાળક 10 વર્ષનું થાય છે. ત્યારે તેને પોતે એકાઉન્ટ ઓપરેટ કરવાનો અધિકાર મળી શકે છે. MIS એકાઉન્ટ માટે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જરૂરી છે. આઈડી પ્રૂફ માટે આધાર કાર્ડ, પાન કાર્ડ આપવું ફરજિયાત છે.