મલબાર હિલ જળાશયના તબક્કાવાર બાંધકામથી ગળતરની શક્યતા
લીકેજથી ભૂસ્ખલન કે પૂરની પણ ભીતિ : નિષ્ણાતો
અમારા પ્રતિનિધિ તરફથી મુંબઈ: 140 વર્ષ જૂના મલબાર હિલ સ્થિત જળાશયનું પુન: બાંધકામ તબક્કાવાર કરવાને બદલે એક ઝાટકે પૂરું કરવું જોઈએ જેથી અંકુશમાં ન લઇ શકાય એવા ગળતર અને એને પગલે સર્જાઈ શકવાની ભૂસ્ખલન કે પૂરની પરિસ્થિતિથી બચી શકાય એવી ચેતવણી બાંધકામના નિષ્ણાતોએ ઉચ્ચારી છે. મલબાર હિલના જળાશયનું પુન: બાંધકામ શ કરવા પૂર્વે વૈકલ્પિક જગ્યા પર લઘુતમ જરૂરિયાતનું કાયમી સ્વરૂપનું જળાશય તૈયાર કરવું જોઈએ એવી ભલામણ ક્નસલ્ટન્ટ દ્વારા કરવામાં આવી છે. જળાશયમાં હાલની ક્ષમતા પ્રતિ દિન 147 મિલિયન લિટર્સ પાણીની છે અને મુંબઈ મહાનગરપાલિકા આ ક્ષમતા વધારી 191 મિલિયન લિટર્સ પ્રતિ દિન કરવા ધારે છે.સ્ટ્રક્ચરલ ક્નસલ્ટન્ટે આપેલી માહિતી અનુસાર હેંગિંગ ગાર્ડન નીચે આવેલા 140 વર્ષ જૂના જળાશયનું પુન: બાંધકામ મુંબઈ મહાનગરપાલિકાએ એક ઝાટકે પૂરું કરી નાખવું જોઈએ.