આમચી મુંબઈમહારાષ્ટ્ર

પુણેમાં પોર્શે કાર અકસ્માત: ટીનેજરે જામીનની શરતોનું પાલન કરવા માર્ગ સુરક્ષા પર 300 શબ્દનો નિબંધ સુપરત કર્યો

પુણે: પુણેમાં બે સોફ્ટવેર એન્જિનિયરને પોર્શે કાર નીચે કચડી તેમનાં મૃત્યુ માટે કારણભૂત બનેલા રિયલ એસ્ટેટ ડેવલપરના 17 વર્ષના પુત્રએ જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ (જેજેબી)ની જામીનની શરતોનું પાલન કરવા માટે માર્ગ સુરક્ષા પર 300 શબ્દનો લખેલો નિબંધ બુધવારે બોર્ડને સુપરત કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ટીનેજરને જામીન આપ્યા બાદ ફરીથી અટકાયતમાં લઇને બાળ સુધારગૃહમાં મોકલી આપવાનું અનધિકૃત છે એવી નોંધ હાઇ કોર્ટે કર્યા બાદ તેને છોડી મૂકવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પુણેના કલ્યાણીનગરમાં 19 મેના મળસકે પોર્શે કાર અકસ્માતના કલાકો બાદ બોર્ડે ટીનેજરને તેના વાલી તથા દાદાની સંભાળ અને દેખરેખ હેઠળ રાખવા આદેશ આપ્યો હતો. એ સિવાય માર્ગ સુરક્ષા પર 300 શબ્દનો નિબંધ લખવાનું પણ કહ્યું હતું.

આ પણ વાંચો: Pune Porsche Accident: એ Blood Sample કોના ? સામે આવી ચોંકાવનારી માહિતી

પોલીસના જણાવ્યા મુજબ ટીનેજર દારૂના નશામાં પોર્શે કાર હંકારી રહ્યો હતો અને મોટરસાઇકલને અડફેટમાં લેતાં બે સોફ્ટવેર એન્જિનિયરનાં મોત થયાં હતાં. ટીનેજરને બોર્ડ સમક્ષ હાજર કરવામાં આવતાં હળવી શરતો સાથે તેને જામીન અપાયા હતા.

ત્યાર બાદ હોબાળો મચી જતાં 22 મેના રોજ બોર્ડે સગીરને ફરીથી અટકાયતમાં લઇ બાળ સુધારગૃહમાં મોકલી આપ્યો હતો. દરમિયાન દિલ્હીમાં રહેતી ટીનેજરની ફઇએ હાઇ કોર્ટમાં અરજી કરીને ટીનેજરની અટકાયત અનધિકૃત હોવાનું જણાવ્યું હતું. (પીટીઆઇ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ… જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને…