આમચી મુંબઈ

વિવાદીત સસ્પેન્ડેડ આઈએએસ પૂજા ખેડેકરની પિતા ચૂંટણી મેદાનમાં, પત્ની વિશે એફિડેવિટમાં કહ્યું કે….

વિવાદોમાં ઘેરાયેલી પૂર્વ ટ્રેઇની IAS પૂજા ખેડકરના પિતા દિલીપ ખેડકર ફરી એકવાર સમાચારમાં છે. તેમણે મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે અહમદનગર દક્ષિણ વિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે નોમિનેશન ભર્યું છે. દિલીપ ખેડકરની વૈવાહિક સ્થિતિ શું છે? શું તેઓ પરિણીત છે કે છૂટાછેડા લીધા છે, જો તમે આ જાણવાનો પ્રયત્ન કરશો તો તમારું માથું ફરવા લાગશે, કારણ કે તેમણે પોતાના નામાંકન પત્રમાં જણાવ્યું છે કે તેઓ છૂટાછેડા લઈ ચૂક્યા છે.

| Also read: થોરાત પરિવાર વિશે અપમાનજનક નિવેદન આપનાર વસંત દેશમુખ પોલીસ કસ્ટડીમાં…

2024ની લોકસભા ચૂંટણી દરમિયાન તેમણે કહ્યું હતું કે તેમણે મનોરમા ખેડકર સાથે લગ્ન કર્યા છે. આપણને કદાચ એમ લાગે કે શક્ય છે કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી વચ્ચે પતિ-પત્ની વચ્ચે છૂટાછેડા થઈ ગયા હોય, પરંતુ આ સાચું નથી. લોકસભા ચૂંટણી દરમિયાન તેમના નામાંકનમાં દિલીપ ખેડકરે મનોરમા ખેડકર સાથે અનેક સંયુક્ત મિલકતોની વિગતો પણ આપી હતી. જોકે, એક મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે દિલીપ ખેડકર અને મનોરમા ખેડકરે 2009માં જ પુણેની ફેમિલી કોર્ટમાં પરસ્પર સંમતિથી છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. કોર્ટે જૂન 2010માં જ છૂટાછેડાનો આદેશ આપ્યો હતો. મળતી માહિતી મુજબ, છૂટાછેડા પછી પણ બંને એક જ બંગલામાં રહેતા હતા. આ બંગલો મનોરમા ખેડકરના નામે છે. દિલીપ ખેડકર મહારાષ્ટ્ર સરકારમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ડિરેક્ટરના પદ પરથી નિવૃત્ત થયા છે અને હવે રાજકારણમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

| Also read: થોરાત પરિવાર વિશે અપમાનજનક નિવેદન આપનાર વસંત દેશમુખ પોલીસ કસ્ટડીમાં…

દિલીપ ખેડકરની પુત્રી પૂજા ખેડકરને UPSC દ્વારા સસ્પેન્ડ કરવામાં આવી હતી. પૂજા ખેડકરે ઘણી વખત એવો દાવો કર્યો હતો કે તેના પરિવારની આવક શૂન્ય છે કારણ કે તેના માતાપિતાના છૂટાછેડા થઈ ગયા હતા અને તે તેની માતા સાથે રહેતી હતી. દિલીપ ખેડકરે લોકસભા ચૂંટણીમાં 40 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી હતી.

| Also read: જરૂર પડશે તો કોનો સાથ લેશો? શરદ પવાર કે ઉદ્ધવ ઠાકરે? ફડણવીસે શું કહ્યું?

પૂજા ખેડકરના વિવાદ બાદ તેની માતા મનોરમા અને દિલીપ ખેડકર વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો હતો. દિલીપ ખેડકર પર આરોપ હતો કે પુણે કલેક્ટર કચેરીમાં ટ્રેનિંગ દરમિયાન દિલીપ ખેડકર કલેક્ટર કચેરીએ પહોંચીને તહસીલદાર અને અન્ય કર્મચારીઓને ધમકાવતા હતા અને કહેતા હતા કે પૂજા માટે અલગ કેબિન હોવી જોઈએ. આ પછી દિલીપ ખેડકર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. પૂજા ખેડકરની માતા મનોરમા પણ પિતા-પુત્રીથી ચાર ચાસણી ચઢે એવી છે. મનોરમાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે પિસ્તોલ લહેરાવીને ધમકી આપતી જોવા મળી હતી. પોલીસે તેની ધરપકડ કરી હતી. આ પછી પુણે કોર્ટે તેને જામીન પર મુક્ત કરી હતી.

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker