Baba Siddique murder : શૂટરોના નિશાન પર હતા બાપ અને દીકરો, પણ દીકરો બચી ગયો
મુંબઈઃ રાજકારણી અને ભૂતપૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીની હત્યાના એક દિવસ બાદ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. સૂત્રોનું હત્યારાઓએ સોપારી એક નહીં બે જણની લીધી હતી. બાબા સિદ્દીકી સાથે તેના પુત્રને મારવાની પણ સોપારી આપવામાં આવી હતી. હત્યારાઓને આદેશ આપવામાં આવ્યો હતો કે બન્ને બાપ-દીકરો જ્યા દેખાઈ ત્યાં મારી દેવા, પણ સાથે એમ પણ કહેવામાં આવ્યું હતું કે જો બન્નેને એકસાથે મારવાનું શક્ય ન બને તો શક્ય હોય એકની હત્યા કરી નાખવી.
ગઈકાલે બનેલી ઘટના બાદ પોલીસે બે હત્યારા ગુરમેલ બલજીત સિંહ અને ધર્મરાજ કશ્યપને પકડી લીધા છે. જોકે ત્રીજો શૂટર શિવકુમાર હજુ ગાયબ છે. પોલીસ તેને ટ્રેક કરી રહી છે.
આરોપીઓ રોજ પનવેલથી બાન્દ્રા જતા હતા અને બાપ-દીકરાની તમામ ગતિવિધિઓ પર નજર રાખતા હતા. તેમના આવવા જવાના સમયથી માંડી સુરક્ષા વ્યવસ્થા વિશે તેઓ જાણકારી રાખતા હતા. બાબા સિદ્દીકી એકલા દેખાતા અને શૂટિંગ કરવાનું શક્ય લાગતા તેમણે ગોળી ધરબી દીધી.
આ ઘટનાના પડઘા આખા દેશમાં પડ્યા છે અને હત્યા પાછળના કારણો અને કોનો હાથ છે તે અંગે હજુ પોલીસ થિયરીઓ પર કામ કરી રહી છે, સત્તાવાર કોઈ નિવેદન આવ્યું નથી.