આમચી મુંબઈમહારાષ્ટ્ર

વરલીની હિટ ઍન્ડ રનની ઘટનાને પોલીસે ‘ક્રૂર અને નિષ્ઠુર’ ગણાવી

મિહિરને 16 જુલાઈ સુધી પોલીસ કસ્ટડી: તેને મદદ કરનારાઓની પોલીસ દ્વારા તપાસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
વરલીમાં પૂરપાટ વેગે બીએમડબ્લ્યુ કાર ચલાવી મહિલાના મૃત્યુ અને તેના પતિને જખમી કરવાની ઘટના ‘ક્રૂર અને નિષ્ઠુર’ હોવાનું પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું. ઘટનાના બે દિવસ બાદ પકડાયેલા આરોપી મિહિર શાહને કોર્ટે છ દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી. તેને ભાગવામાં મદદ કરનારાઓની પોલીસ તપાસ કરી રહી છે.

વરલીમાં રવિવારની વહેલી સવારે સ્કૂટર પર જઈ રહેલા દંપતીને મિહિરે કારની અડફેટે લીધું હતું. આ ઘટનામાં મહિલા કાવેરી નાખવા (45)નું મૃત્યુ થયું હતું, જ્યારે તેના પતિ પ્રદીપને ગંભીર ઇજા થઈ હતી. ઘટના બાદ ફરાર થઈ ગયેલા મિહિર (24)ને મંગળવારે વિરારથી પકડી પાડવામાં આવ્યો હતો.

ધરપકડ કરાયેલા મિહિરને બુધવારે શિવડી કોર્ટમાં હાજર કરાયો હતો. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ એસ. પી. ભોસલેએ મિહિરને 16 જુલાઈ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

આ પણ વાંચો: બે ટ્રક સામસામે ટકરાતાં બે જણે જીવ ગુમાવ્યા: 300 બકરાનાં પણ મૃત્યુ

મિહિરની કસ્ટડી મેળવવા પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે વરલીમાં બનેલી ઘટના ખૂબ જ ક્રૂર અને નિષ્ઠુર હતી. ઘટના બાદ આરોપીને ફરાર થવામાં અનેક લોકોએ મદદ કરી હોવાનું તપાસમાં જણાયું હતું. તેને મદદ કરનારાઓની તપાસ કરવાની છે. એ સિવાય કારની નંબર પ્લૅટ આરોપીએ ક્યાંક છુપાવી દીધી છે, જે હસ્તગત કરવાની બાકી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઘટના સમયે પોતે કાર ચલાવી રહ્યો હોવાની કબૂલાત આરોપી મિહિરે પોલીસ સમક્ષ કરી હતી. જોકે તે સમયે તે નશામાં હોવાનો ઇનકાર કરી રહ્યો છે. જૂહુના બારમાં તેણે શરાબ પીધો ન હોવાનું મિહિરનું કહેવું છે. મિહિરના આ દાવાની પોલીસ ખાતરી કરી રહી છે.

આરોપીનું કહેવું છે કે ઘટના પછી પરિવારજનો ડરી ગયા હતા એટલે ઘટનાસ્થળેથી ફરાર થવાનું તેણે નક્કી કર્યું હતું. પાલઘરમાં રહેતાં તેનાં સગાં પણ અન્યત્ર રહેવા જતાં રહ્યાં હતાં.

દરમિયાન શાહપુરથી મિહિરની માતા-બે બહેનને મંગળવારની મોડી સાંજે તાબામાં લેવાઈ હતી. પૂછપરછ પછી તેમને જવા દેવાઈ હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસ ઘટનાક્રમ જાણવા માટે ડ્રાઈવર બિડાવત અને મિહિરની સામસામી પૂછપરછ કરવા માગે છે.

ઓળખ છુપાવવા મિહિરે દાઢી-મૂછ કપાવી અને હેર સ્ટાઈલ બદલી

મુંબઈ: વરલીમાં અકસ્માત બાદ ફરાર થઈ ગયેલા મિહિર શાહે ધરપકડથી બચવા માટે પોતાની ઓળખ છુપાવવાના પ્રયાસ કર્યા હતા. આ માટે તેણે દાઢી-મૂછ કપાવી અને હેર સ્ટાઈલ પણ બદલી નાખી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શનિવારે રાતે મિહિર જૂહુના બારમાંથી નીકળ્યો ત્યારે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજમાં તેની દાઢી સ્પષ્ટ દેખાય છે. જોકે પોલીસે વિરારના રિસોર્ટમાંથી તેને પકડી પાડ્યો ત્યારે દાઢી-મૂછ નહોતા. પોલીસનો દાવો છે કે મિહિરનું નિવેદન હજુ અસ્પષ્ટ જેવું લાગે છે. તેનાં અને ઘટના સમયે કારમાં હાજર ડ્રાઈવર રાજઋષી બિડાવતનાં નિવેદન મેળ ખાતાં ન હોવાનું પોલીસનું કહેવું છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker