આમચી મુંબઈ

બાળકો માટેના આરએસએસ ટ્રેનિંગ કેમ્પ પર પથ્થરમારો: ગુનો દાખલ…

થાણે: થાણે જિલ્લામાં બાળકો માટેના આરએસએસ ટ્રેનિંગ કેમ્પ પર પથ્થરમારો કરવા પ્રકરણે પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ડોંબિવલીના કાચોરે ગામમાં રવિવારે રાતે આ ઘટના બની હતી, પણ તેમાં કોઇને ઇજા પહોંચી નહોતી.

Also read : ગયા વર્ષના ભાવે જ નાળાઓની સફાઈ કરશે કૉન્ટ્રેક્ટરો…

તિલકનગરના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિજય કુમાર કદમે કહ્યું હતું કે હુમલાખોરોને ઓળખી કાઢવા એ વિસ્તારના વિવિધ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. આરએસએસ બ્રાન્ચના કેટલાક બાળકો રવિવારે રાતે આઠ વાગ્યે કચોરે મેદાનમાં ટ્રેનિંગ લઇ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

Also read : થાણેના બાળકુમથી ગાયમુખ કોસ્ટલ રોડ બનશે…

આ પ્રકરણે નોંધાયેલી ફરિયાદને આધારે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને પોલીસે તપાસ આદરી હતી. આરએસએસના સ્થાનિક કાર્યકરે એવો દાવો કર્યો હતો કે એક મહિનામાં બે વાર તાલીમ સત્રોમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા માટે કચોરે ખાતે વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button